Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

નવા CM કોણ? છત્તીસગઢ-મ.પ્રદેશ-રાજસ્‍થાન વિધાનસભા પક્ષની બેઠકોઃ કોંગીએ નિરીક્ષકો મોકલ્‍યા

છત્તીસગઢમાં કુલ ૪ દાવેદારઃ રાજસ્‍થાનમાં ગેહલોટ કે પાયલોટ : મ.પ્રદેશમાં કમલનાથ કે સિંધિયા? સસ્‍પેન્‍સ

નવી દિલ્‍હી તા.૧૨: છત્તીસગઢ-રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશમાં કોંગેસે વિધાનસભા પક્ષની બેઠક બોલાવી છે. કોંગેસે ત્રણેય રાજયોમાં પોતાના કેન્‍દ્રીય નિરીક્ષકો મોકલ્‍યા છે જે વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરશે. ખડગે ને છત્તીસગઢ મોકલ્‍યા છે તો વેણુગોપાલને રાજસ્‍થાન અને એ કે એન્‍ટનીને મ.પ્રદેશ મોકલ્‍યા છે.

ત્રણેય રાજયોમાં બેઠકો બાદ વિધાનસભા પક્ષના નેતા પસંદ થશે. કેન્‍દ્રીય નિરીક્ષકો નવા ધારાસભ્‍યો સાથે વાત કરશે, સૂચનો લેશે અને નેતાની ચૂંટણી ઉપર દેખરેખ રાખશે.

રાજસ્‍થાનમાં અશોક ગેહલોટ અને સચિન પાયલોટ મુખ્‍યમંત્રી પદના દાવેદાર છે તો મ.પ્રદેશમાં કમલનાથ અને જયોતિરાદિત્‍ય સિંધિયા દાવેદાર છે. છત્તીસગઢમાં બધેલ, સિંહદેવ, સાહુ અને ચરણદાસ મહંત સીએમ પદના દાવેદાર છે.

જોવાનું એ છે કે વિધાનસભા પક્ષની બેઠકમાં ત્રણેય રાજયોમાં કોને રાજયનું સુકાન સોંપાય છે.

મ.પ્રદેશમાં કમલનાથનો ઘોડો આગળ છે. સિંધિયાને ડે.સીએમ બનાવાય તેવી અટકળો છે.

(11:22 am IST)