Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

૧૦૦ જેટલા અમેરિકન બાળકોનું અપહરણ કરી ભારત લઇ જવાયા હોવાની ચોંકાવનારી ફરિયાદઃ અમેરિકન સાંસદ ક્રિસ સ્મિથએ ટ્રમ્પ સરકાર સમક્ષ તાત્કાલીક પગલા લેવા રજુઆત કરી

વોશીંગ્ટનઃ અમેરિકામાંથી ૧૦૦ જેટલા બાળકોનું અપહરણ કરી તેઓને ભારત લઇ જવાયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ સાંસદ ક્રિસ સ્મિથએ કર્યો છે.

તેમણે ટ્રમ્પ શાસન સમક્ષ રજૂઆત કરી કે જ્યાં સુધી આ ૧૦૦ જેટલા અપહૃત બાળકો પાછા ન મળે ત્યાં સુધી ભારતીયોને અપાતા વીઝાની સંખ્યામાં કાપ મુકી દેવો જોઇએ. તેમજ આ અમેરિકન બાળકો વહેલી તકે ભારતથી પાછા આવે તેવી સરકારે વ્યવસ્થા કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સાલમાં ૧૦૪ જેટલા અમેરિકી બાળકોને ભારત ઉઠાવી જવાયા હોવાની ફરિયાદ વિદેશ વિભાગ પાસે આવી હતી. જે પૈકી ૨૦ ફરિયાદ ચાલુ વર્ષની તથા ૮૪ આગલા વર્ષોની હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(6:31 pm IST)