Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મુંબઈથી અમદાવાદ તરફ જતું 68 લાખની કિંમતનું સ્ટીલના પાઇપની ચોરીના આરોપીઓને કોસંબા પોલીસે ઝડપી લીધા

ગોડાઉનમાંથી 40 લાખ 85 હજારની કિંમતનો 17 ટનથી વધુનો ચોરી કરેલા સ્ટાન્ડર્ડ સ્ટીલનો જથ્થો રીકવર કર્યો

મુંબઈથી અમદાવાદ તરફ જતું 68 લાખની કિંમતનું સ્ટીલના પાઇપની ચોરી સુરત જિલ્લામાં કરી ખાલી ટ્રકને માંગરોળ તાલુકાના નરોલી ગામની હદમાં હોટેલ પર બિનવારસી છોડી દીધાની ઘટનામાં કોસંબા પોલીસ સ્ટેશનમાં ચોરી અને છેતરપિંડીના ગુનામાં કોસંબા પોલીસે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરત શહેરમાંથી પોલીસે આ સ્ટાન્ડર્ડ સ્ટીલના 68 લાખના મુદ્દામાલ ખરીદનાર વેપારી અને વચ્ચે ત્યાં બાતમીના આધારે ઝડપી પાડી 40 લાખથી વધુનો સ્ટાન્ડર્ડ સ્ટીલનો જથ્થો રિકવર કર્યો છે

16મીના રોજ અમદાવાદના વેપારી કિશોરભાઈ દ્વારા મુંબઈના નીલકંઠ સ્ટાન્ડર્ડ સ્ટીલના વેપારી નરેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી સ્ટાન્ડર્ડ સ્ટીલનો જથ્થો અમદાવાદ મંગાવ્યો હતો. 68 લાખથી વધુનો 25 ટનથી વધુ સ્ટાન્ડર્ડ સ્ટીલનો જથ્થો મુંબઈથી આપણા ટ્રાન્સપોર્ટની ટ્રક KA16C9155માં ભરાવી રવાના કર્યો હતો. આ જથ્થો અમદાવાદ ખાતે ન પહોંચતા અમદાવાદના વેપારી કિશોરભાઈએ મુંબઈ ખાતે નરેન્દ્ર ભાઈને માલ ન આવ્યો હોવાનું ફરિયાદ કરતા નરેન્દ્રભાઈએ તપાસ કરતા જે રકમ આ માલ મોકલવામાં આવ્યો હતો તે ટ્રક માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામની સીમમાં આવેલ સીટીઝન હોટલના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં ટ્રક ખાલી મળી આવી હતી. ટ્રકમાં ભરેલો સ્ટાન્ડર્ડ સ્ટીલનો 68 લાખનો જથ્થો જણાતા નરેન્દ્રસિંહ કોસંબા પોલીસ સ્ટેશનમાં ટ્રક ડ્રાઇવર જિલ્લાની રઈસ ખાન અને તેની સાથેના મારૂફના વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનાની તપાસમાં કોસંબા પોલીસ સ્ટેશનના પી.આઇ. બી.કે. ખાચર પ્રોબેશન ડીવાયએસપી રાજપુત દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ બનાવી સ્ટાફને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સ પર કામ શરૂ કરાવ્યું હતું. જેમાં મોબાઈલ ફોન લોકેશન અને મોબાઈલ ફોન સર્વેલન્સના આધારે કોસંબા હેડ કોસ્ટેબલ હિમાંશુને કેટલાક શંકાસ્પદ નંબર મળી આવ્યા હતા અને પોતાના બાતમીદાર થકી તેમને ચોક્કસ બાતમી મળી હતી કે સાગર નામના ઈસમે આ ચોરીમાં કોઈ શંકાસ્પદ ભૂમિકા ભજવી છે તેથી પોલીસે સાગર ઝીણાભાઈ નામના શંકાસ્પદ યુવકને ઉઠાવ્યો હતો. અને તેની ઉલટ તપાસ કરતાં તેણે કબૂલાત કરી હતી કે ડ્રાઇવરના તે સંપર્કમાં હતો અને તેણે આ માલ અર્જુન નામના એક ઈસમ સાથે મળીને સુરત ચોક બજારમાં આવેલ સ્ટીલના ગોડાઉન ધરાવતા તખતસિંહ સુજાનસિંહ ચાવડા નામના ઈસમને આ માલ વેચાણ થી આપ્યો છે. જેથી પોલીસે આના આધારે તખતસિંહ સુજાનસિંહ ચાવડાની પણ ધરપકડ કરી હતી અને તેના ગોડાઉનમાંથી 40 લાખ 85 હજારની કિંમતનો 17 ટનથી વધુનો ચોરી કરેલા સ્ટાન્ડર્ડ સ્ટીલનો જથ્થો રીકવર કર્યો હતો પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી અન્યની શોધખોળ આદરી છે

(11:00 pm IST)