Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વારાણસી પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ : ચૂંટણીની રણનીતિ અંગે મનોમંથન કરશે

કાલે અખિલ ભારતીય સત્તાવાર ભાષા સંમેલનનુ ઉદ્ધાટન કરશે અને બપોરે આઝમગઢ જશે અને ત્યાં ચૂંટણી શંખનાદ ફૂંકશે

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ શુક્રવારે વારાણસીના બે દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. સાંજે લગભગ સાડા ચાર વાગે વારાણસી એરપોર્ટ પહોંચેલા ગૃહમંત્રીનુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે સ્વાગત કર્યુ. તેઓ પ્રદેશની ચૂંટણી વ્યવસ્થાપન ટીમની બેઠકના સમાપન સત્રમાં લગભગ ત્રણ કલાકના મંથનમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની યોજના નક્કી કરશે.

એરપોર્ટ બાદ તેઓ સીધા લંકા પહોંચ્યા, જ્યાં તેમણે મહામના મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા અને શ્રદ્ધાંજલિ આપી. સાંજે બડાલાલપુર સ્થિત હસ્તકલા સંકુલમાં ભાજપના ચૂંટણી વ્યવસ્થાપન ટીમ વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની રણનીતિ નક્કી કરશે. આ બેઠકમાં ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ, મુખ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ, ભાજપના જિલાધ્યક્ષ અને પદાધિકારી સામેલ હશે. ગૃહ મંત્રી શનિવારે સત્તાવાર ભાષા વિભાગના પહેલા અખિલ ભારતીય સત્તાવાર ભાષા સંમેલનનુ ઉદ્ધાટન કરશે. બપોરે તેઓ આઝમગઢ જશે અને ત્યાં ચૂંટણી શંખનાદ કરશે.

પહેલા સત્રમાં કેન્દ્રીય મંત્રી અને ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન આની અધ્યક્ષતા કરશે. બીજા સત્રની અધ્યક્ષતા અમિત શાહ કરશે. જેમાં 600થી વધારે પદાધિકારી સામેલ રહેશે અને અહીં અલગ-અલગ તબક્કામાં પાર્ટીનુ ઉચ્ચ નેતૃત્વ ચર્ચા કરશે.

પાર્ટી પદાધિકારીઓ અનુસાર ચૂંટણી વ્યવસ્થાપન ટીમ અલગ-અલગ ક્ષેત્રોનો રિપોર્ટ તૈયાર કરશે અને જેમાં અમિત શાહ તેના આધારે આગામી રણનીતિ પર ચર્ચા કરશે. પ્રદેશમાં 300 પારનો નારો લઈને ચૂંટણી અભિયાનની શરૂઆતમાં રોકાયેલ ભાજપ પૂર્વાંચલથી જ પોતાની રણનીતિ બનાવશે. પ્રદેશની 33 ટકા બેઠકનો સમેટનાર પૂર્વાંચલમાં વર્ષ 2017માં ભાજપનુ પ્રદર્શન ઘણુ શાનદાર હતુ. વર્ષ 2014 થી 2019 સુધી થયેલી ત્રણ ચૂંટણીમાં અમિત શાહના વ્યવસ્થાપન કૌશલના કારણે અહીં ક્લીન સ્વીપની સ્થિતિ બની હતી.

(7:34 pm IST)