Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં કોઈ ફેરફાર ન થયો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો : અમેરિકામાં ક્રૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે

નવી દિલ્હી , તા.૧૨ : પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી જનતા હેરાન પરેશાન છે. પરંતુ તેમના માટે એક રાહતના સમાચાર આવ્યા છે. દેશની પ્રમુખ ઈંધણ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા. નવા જાહેર થયેલા ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનું વેચાણ ગઈ કાલના એટલે કે જૂના ભાવે જ થશે.

નોંધનીય છે કે દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાનો સિલસિલો સતત ચાલુ છે. આજે ફરીથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે. અમેરિકામાં ક્રૂડ ઈનવેન્ટ્રીમાં નોંધાયેલા વધારાને કારણે ક્રૂડ ઓઈલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.  પેટ્રોલ અને ડીઝલના ભાવ તમે એસએમએસદ્વારા પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલ આઈઓસીતમને સુવિધા આપે છે કે તમે તમારા મોબાઈલમાં આરએસપીઅને તમારા શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલો. તમારા મોબાઈલ પર તરત તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલના રેટ આવી જશે. દરેક શહેરના કોડ અલગ અલગ હોય છે. જે તમને IOC ની વેબસાઈટ પર જાણવા મળશે.  રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ  લાગૂ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેનો ભાવ લગભગ બમણો થઈ જાય છે.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

શહેર

પેટ્રોલ

ડીઝલ

નવી દિલ્હી

૧૦૩.૯૭

૮૬.૬૭

મુંબઈ

૧૦૯.૯૮

૯૪.૧૪

કોલકાતા

૧૦૪.૬૭

૮૯.૭૯

ચેન્નાઈ

૧૦૧.૪૦

૯૧.૪૩

ભોપાલ

૧૦૭.૨૩

૯૦.૮૭

હૈદરાબાદ

૧૦૮.૨૦

૯૪.૬૨

બેંગલુરુ

૧૦૦.૫૮    

૮૫.૦૧

લખનૌ

૯૫.૨૮

૮૬.૮૦

(7:10 pm IST)