Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

મુંબઇ ક્રુઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનું નિવેદન નોંધાયું: ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી

આર્યન ખાને શુક્રવારે નવી મુંબઈના બેલાપુર આરએએફ કેમ્પમાં એનસીબી સમક્ષ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું.  એનસીબીની ટીમે તેની તપાસમાં સાત સાક્ષીઓને સામેલ કર્યા છે.  આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક અને દસ્તાવેજી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે.

 

ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.  તેમણે આગળ કહ્યું- મામલાની તપાસ હજુ ચાલી રહી છે, અમે જલ્દી કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનો પ્રયાસ કરીશું. જ્ઞાનેશ્વર સિંહે એ પણ માહિતી આપી હતી કે મુંબઈ પોલીસ કમિશનરે તેમની ટીમને દેશને ડ્રગ ફ્રી બનાવવા માટે એનસીબીને સંપૂર્ણ સહયોગ અને સહકારની ખાતરી આપી છે.  બીજી તરફ, સમાચાર લખાય છે ત્યાં સુધી સાંજે ૬.૨૦ વાગ્યે નવી મુંબઈના બેલાપુર આરએએફ કેમ્પમાં આર્યન ખાનના નિવેદનનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું.

આ પહેલા આર્યન ખાન એનસીબી સમક્સ હાજર થયો હતો.  બોમ્બે હાઈકોર્ટે ગયા મહિને આર્યનને જામીન આપતાં તેને દર શુક્રવારે એનસીબી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.  હાલમાં, બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન કથિત ડ્રગ જપ્તીના કેસમાં જામીન પર મુક્ત છે.

 

સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આર્યન ખાન બપોરે દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટ સ્થિત એનસીબી ઓફિસ પહોંચ્યો હતો. કથિત રીતે ડ્રગ્સ જપ્ત કરવા બદલ ક્રુઝ પર દરોડા પાડ્યા બાદ એનસીબી દ્વારા ૨ ઓક્ટોબરે આર્યન અને અન્ય ૧૯ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

(7:27 pm IST)