Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બે એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર: મોટું કાવતરું નિષ્ફળ બનાવાયું: ઠાર મરાયેલ શિરાઝ મૌલવી ડબલ પ્લસ શ્રેણીનો આતંકવાદી હતો

 જમ્મુ, 12 નવેમ્બર.  કાશ્મીરમાં સુરક્ષા દળોએ બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.  ગયા ગુરુવારથી કુલગામ જિલ્લામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.  અહીં માર્યા ગયેલા હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓમાં જિલ્લા કમાન્ડર શિરાઝ મૌલવી અને યાવર ભટનો સમાવેશ થાય છે.  જો કે, ગુરુવારે જ સુરક્ષા દળોએ શ્રીનગરમાં એક એન્કાઉન્ટરમાં મુજાહિદ્દીન ગઝવાતુલ હિંદના એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

આઈજીપી કાશ્મીર વિજય કુમારે કુલગામમાં બે અને શ્રીનગરમાં એક આતંકી માર્યા ગયાની પુષ્ટિ કરતા કહ્યું કે કુલગામમાં માર્યો ગયેલો હિઝબુલ મુજાહિદ્દીન જિલ્લા કમાન્ડર શિરાઝ મૌલવી ૨૦૧૧૬થી કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો.  આ સમય દરમિયાન તેણે ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી, જ્યારે તે ઘાટીના બેરોજગાર યુવાનોને બહેકાવીને આતંકવાદમાં સામેલ કરતો હતો.  તેનું મોત સુરક્ષા દળો માટે મોટી સફળતા છે.

પોલીસ રેકોર્ડ મુજબ, હિઝબુલ જિલ્લા કમાન્ડર શિરાઝ અહેમદ ઉર્ફે શિરાઝ મૌલવી ડબલ પ્લસ શ્રેણીનો આતંકવાદી હતો.  તેની સામે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં લગભગ ૧૯ કેસ નોંધાયેલા છે.  યાવર અહેમદ સી કેટેગરીનો આતંકવાદી હતો.

(5:52 pm IST)