Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નેટફિલક્‍સ કંપની દ્વારા મોબાઇલ ગેમ્‍સને દુનિયાભરના યુઝર્સ માટે લોન્‍ચ કરાઇઃ હવે મુવી અને ટીવી શો જોવાની સાથે ગેમ્‍સની મજા માણી શકાશે

યુઝર્સ પાસે નેટફિલક્‍સનું સબસ્‍ક્રિપ્‍શન હોવુ જરૂરી

નવી દિલ્હીઃ Netflixએ જાહેરાત કરી છે કે કંપનીની મોબાઈલ ગેમ્સને દુનિયાભરના iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી રહી છે. આ પહેલા કંપનીએ ગેમ્સને એન્ડ્રોઈડ યુઝર્સ માટે રજૂ કરી હતી. એક અપડેટ દ્વારા iOS ડિવાઈસના યુઝર્સ Netflix એપમાં મુવિઝ અને TV શોઝ જોવાની સાથે ગેમ્સ પણ રમી શક્શે.

આ ગેમ્સ ads અને કોઈ પણ ચાર્જિસ વગર ઉપલબ્ધ થશે. જો કે iPhone અથવા iPadમાં ગેમ્સની મજા માણવા માટે યુઝર્સ પાસે નેટફ્લિક્સનું સબ્સ્ક્રિપ્શન હોવું જરૂરી છે. Netflix દ્વારા શરૂઆતમાં ઉપલબ્ધ કરવામાં આવેલી ગેમ્સ એડલ્ટ્સ સુધી જ સિમિત રહેશે અને તેને કિડ્સ પ્રોફાઈલ દ્વારા એક્સેસ કરી શકાશે નહીં. સાથે જ એડલ્ટ પ્રોફાઈલ્સના ગેમ્સને યંગ યુઝર્સથી દૂર રાખવા માટે PIN નાખવાનું પણ ઓપ્શન મળશે. Netflixએ જણાવ્યું કે નવી અપડેટ્સ યુઝર્સ આગામી દિવસોમાં મળવાની શરૂ થઈ જશે.

Netflixએ શરૂઆતમાં 5 મોબાઈલ ગેમ્સ- Stranger Things: 1984, Stranger Things 3: The Game, Shooting Hoops, Teeter Up અને Card Blastને ઉપલબ્ધ કરાવશે. આપને જણાવી દઈએ કે એક સપ્તાહ બાદ નેટફ્લિક્સે પોતાની મોબાઈલ ગેમ્સ એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવી હતી.

(5:22 pm IST)