Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

સોનીપતની રેસલર નિશા દહિયા અને તેના ભાઇની હત્‍યા કેસમાં આરોપી કોચ પવન અને સચિનની ધરપકડઃ પોલીસે 1 લાખનું ઇનામ જાહેર કર્યુ હતુ

હલાલપુર ગામમાં પહેલવાન સુશીલકુમાર રેસલિંગ એકેડમીમાં ઘટનાને અંજામ અપાયો હતો

સોનીપત: સોનીપતની રેસલર નિશા દહિયા અને તેના ભાઇની હત્યા કેસમાં આરોપી કોચ પવન અને સચિનની ધરપકડ કરવામાં આવી છે. બન્નેને દિલ્હીના દ્વારકા વિસ્તારમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે. આરોપી કોચ પવન અને સચિન હત્યાકાંડ બાદ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. સોનીપત પોલીસે તેમની પર 1 લાખ રૂપિયાનું ઇનામ રાખ્યુ હતુ.

હરિયાણાના સોનીપતમાં એક પહેલવાન, તેની માતા અને તેના ભાઇને ગોળી મારવામાં આવી હતી. ગોળી લાગતા ખેલાડી અને તેના ભાઇનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ જ્યારે તેની માતા હોસ્પિટલમાં દાખલ છે. ખેલાડીની માતા ધનપતિની સ્થિતિ ગંભીર છે અને તેને રોહતક પીજીઆઇમાં રેફર કરવામાં આવી છે. હલાલપુર ગામમાં સ્થિત પહેલવાન સુશીલ કુમાર રેસલિંગ એકેડમીમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. યૂનિવર્સિટી લેવલ પર મેડલ જીતનાર નિશા દહિયા (મૃતક) હલાલપુર ગામની રેસલર હતી. પોલીસે શબને કબજામાં લઇને પોસ્ટ મોર્ટમ માટે સોનીપત સિવિલ હોસ્પિટલમાં મોકલી દીધા હતા.

આ પહેલવાનનું નામ અને નેશનલ લેવલની એક કુશ્તી ખેલાડીનું નામ નિશા દહિયા જ છે. પહેલા સમાચાર આવ્યા હતા કે નેશનલ લેવલની કુશ્તી ખેલાડીની હત્યા થઇ ગઇ છે પછી તેણે વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી. સોનીપતના એસપીએ પણ તેની પૃષ્ટી કરી છે. સોનીપતના એસપીએ જણાવ્યુ, આ નિશા દહિયા અને મેડલ વિજેતા પહેલવાન નિશા દહિયા બે અલગ અલગ લોકો છે. મેડલ વિજેતા પહેલવાન પાનીપતની છે જ્યારે તે એક કાર્યક્રમમાં હાજર છે. જે પહેલવાન નિશા દહિયાની હત્યા થઇ છે તે યૂનિવર્સિટી વિજેતા છે.

(5:08 pm IST)