Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બજાજે રર૦ સીસી એન્જીનવાળુ પલ્સર બાઇક બંધ કર્યું : ર૦૦૭ થી હતુ લોકપ્રિય

બાઇક વર્લસ માટે ખરાબ સમાચાર

નવી દિલ્હી તા.૧ર : બાઇક લવર્સ માટે ખરાબ સમાચાર છે. બજાજે તેના રર૦ સીસી એન્જીનવાળા પલ્સર બાઇકને બંધ કર્યું છે ઝીંગવીલ્સના એક રિપોર્ટ મુજબ ર૦૦૭ માં લોન્ચ થયેલ પલ્સર રર૦ F બાઇક ડીસકન્ટીન્યુ કરવામાં આવ્યું છે. જો કે આ રર૦ સીસીને હાલમાં જ લોન્ચ થયેલ N250 અને F250 રિપ્લેસ કરનાર છે. રિપોર્ટ મુજબ રર૦ સીસીનું ઉત્પાદન બંધ કરાયું છે અને તેની છેલ્લી બેચ વેચાણ માટે શો-રૂમમાં મોકલાઇ છે.

પલ્સર રર૦ સીસીમાં ર વાલ્વ સીંગલ સીલીંડર એન્જી છે તે ૮પ૦૦ RPM  પર ૦.૧ BHP ની પાવર અને ૭૦૦૦ RPM પર ૧૮.પપ NM ની ટોર્ક ઉત્પન્ન કરે છે. પ ગીયર સાથે તેની એવરેજ ૪૦ ની છે.

(4:04 pm IST)