Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

યુટયુબે પોતાના પ્લેટફોર્મ ઉપર ફેરફાર કર્યોઃ ડિસ્લાઇકની સંખ્યા જોવા નહી મળે

રાજકોટ, તા., ૧૨: યુટયુબે ગઇકાલે તા.૧૧ નવેમ્બરથી પોતાના પ્લેટફોર્મ ઉપર સૌથી મોટો ફેરફાર કર્યો છે. યુટયુબ ઉપર હવે ડિસ્લાઇકની સંખ્યા જોવા નહી મળે. જેથી કઇ વિડીયોને ડિસ્લાઇક કરવાથી કોઇ મતલખ નહી રહે.યુ ટયુબના આ નિર્ણયથી નુકશાન એ પણ છે કે લોકો કોઇ વિડીયો અંગે પોતાની નારાજગી વ્યકત નહી કરી શકે. અને કાઉન્ટ ટુ ડીસલાઇક બટન હવે જોવા નહી મળે.

જો કે ક્રિએટર યુટયુબ સ્ટુડીયોમાં ડીસલાઇકની સંખ્યા જોઇ શકશે. યુટયુબે પોતાના પ્લેટફોર્મ ઉપર એક નવો યુ ટયુબનો રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી યુજર્સ એવી વસ્તુઓની માહીતી મેળવી શકે જે હોમ ફીડ ઉપર જોવા મળતી સામાન્ય બાબતોનો ભાગ ન હોય.

(4:01 pm IST)