Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ભારત - બાંગ્લાદેશ સરહદે ઘુસણખોરી કરતા ૨ બાંગ્લાદેશીઓને કર્યા ઠાર

બીએસએફ અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ

નવી દિલ્હી તા. ૧૨ : ભારત-બાંગ્લાદેશ સીમા પર BSF અને ગૌ તસ્કરો વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે બાંગ્લાદેશી નાગરિક સહિત ત્રણના મોત થયા હતા. ઘટના કુચ વિહારના સિતાઇ વિસ્તારમાં થઇ. TMCનો આરોપ છે કે કેન્દ્ર સરકાર દ્વારા BSFનો અધિકાર ક્ષેત્ર વધારતા આવુ થઇ રહ્યુ છે.આ ઘટનાઙ્ગતે કૂચ બિહારના સેતાઈ સતભંડારી ગામમાં બની હતી.

સરહદ પર તૈનાત BSF જવાનોએ ઘૂસણખોરોને પાછા ફરવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ ઘુસણખોરોએ જવાનોની ચેતવણીને અવગણી હતી આ પછી, BSF જવાનોએ ઘૂસણખોરોને રોકવા માટે પ્રયાસ કર્યો હતો જે કે ઘુસણખોરોએ પીછેહઠ કરવાને બદલે સૈનિકો પર જ હુમલો કર્યો. ઘૂસણખોરોએ સૈનિકો પર લોખંડના સળિયા અને દંડા વડે હુમલો કર્યો હતો.જો કે આ ઘટના બાદ જીવ પર આવીને અને જોખમને સમજીને, BSF યુનિટે બદમાશો પર ગોળીબાર કર્યો.

આ પછી, જવાબી કાર્યવાહીમાં, BSF સાથેના ઘર્ષણમાં બે ઘુસણખોરો માર્યા ગયા હતા. આ બંને બાંગ્લાદેશના પટગ્રામના રહેવાસી હતા. ઘૂસણખોરી વિસ્તારમાં આ ઘટના બની છે, ત્યાં કાંટાળો તાર લગાવવામાં આવ્યો નથી. જેનો ફાયદો ઉઠાવીને બંને ભારતમાં ઘુસી રહ્યા હતા.

(4:01 pm IST)