Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ચેન્નઇમાં બેભાન વ્યકિતને મહિલા પોલીસ અધિકારીએ ખભે ઊંચકી સારવાર માટે ખસેડાયો

ચેન્નઇમાં પુરથી અત્યાર સુધીમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. પુરથી જનજીવન અસ્તવ્યસ્ત છે. અહીંના કબ્રસ્તાનમાં એક વ્યકિત બેભાન પડ્યો હોવાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ અધિકારી રાજશ્વરી વ્યકિતએ ખભે ઊંચકીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડેલ. ત્યારબાદ તેને હોસ્પીટલ લઇ જવાયેલ. રાજેશ્વરીના કામની ચોતરફ વખાણ થવાની સાથે સોશ્યલ મીડીયામાં પણ તસ્વીર ખુબજ વાયરલ થઇ છે.

(3:14 pm IST)