Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

શ્વાસનું સંકટ ? દિલ્હીમાં વાયુ પ્રદુષણની સ્થિતિ ભયજનક

આગામી ૨ દિવસમાં સ્થિતિ વધુ ખરાબ થશે : વિઝિબિલિટી પણ પ્રભાવીઙ્ગ

નવી દિલ્હી તા. ૧૨ : દિલ્હીમાં પ્રદુષણનીઙ્ગસ્થિતિ વધુ ભયાનક સ્તરે પહોંચી છે. દિલ્હીના આકાશ પર ઘુમ્મ્સનું આવરણ પથરાયું છે. તેના લીધે આખોઙ્ગદિવસ વાતાવરણમાં પ્રદુષણ રહ્યું અને વિઝિબિલિટી પણ ઝીરો રહી. બીજી બાજુ હવાની ગુણવતાઙ્ગઅત્યંત ખરાબ શ્રેણીમાં છે. દિલ્હીમાં આગલા ૨ દિવસ વાયુ પ્રદુષણ અનેક ગણું વધવાની આશંકા છે.

દેશની રાજધાનીઙ્ગદિલ્હીઙ્ગપર એક વાર ફરી શ્વાસનું સંકટ તોડાઈ રહ્યું છે. દિલ્હીમાં આગલા ૨ દિવસેઙ્ગવાયુ પ્રદૂષણઙ્ગઅનેક ગણું વધવાની આશંકા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે દિલ્હીમાં એર લોકની સ્થિતિ રહેવાની છે. વિશેષજ્ઞો તરફથી લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.

વિજ્ઞાન તથા પર્યાવરણ કેન્દ્ર (સીએસઈ)એ કહ્યું કે ઝાકળ એક સાર્વજનિક સ્વાસ્થ્ય ઈમરજન્સી સ્થિતિ છે. ઙ્ગસીએસઈની કાર્યકારી નિર્દેશક (અનુસંધાન) અનુમિતા રોયચૌધરીએ કહ્યું કે આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તે મોર્ચા પર તત્કાલ કાર્યવાહીની જરુર છે. જેનાથી પ્રદૂષણ વધારે ફેલાય છે. જેમ કે વાહનોથી કેટલાક ઉદ્યોગોથી, પરાળી (ઠુઠા) સળગાવવાથી.... ત્યારે ભવન નિર્માણ, સડક જેવા ધૂળ ફેલાવનારા  સ્ત્રોતો પર તત્કાલ કાર્યવાહી કરવાની જરુર છે. સીએસઈએ કહ્યું કેઙ્ગદિલ્હીઙ્ગએનસીઆરમાં હાજર કેર આવનારા ૨-૩ દિવસ સુધી ચાલુ રહી શકે છે.

રાજધાનીનું પ્રદૂષણ સ્તર ફરી એક વાર ગંભીર સ્તર પર પહોંચી ગયું છે. પ્રદૂષણ સ્તર ૪૧૧ પર પહોંચી ગયું છે. એનસીઆર અને ઉત્ત્।ર ભારતના અનેક વિસ્તારોની સ્થિતિ રાજધાનીથી ખરાબ રહી. આગ્રા અને બાગપતમાં એકયૂઆઈ ૪૩૭, બલ્લભગઢમાં ૪૩૧, ભિવાડીમાં ૪૧૦ , બુલંદશહેરમાં ૪૪૭, ફરીદાબાદ ૪૧૨, ફિરોઝાબાદમાં ૪૧૫, ગાજિયાબાદમાં ૪૬૧, ગ્રેટર નોઈડામાં ૪૧૭, હાપુડમાં ૪૨૭ , હિસારમાં ૪૨૨, નોઈડામાં ૪૩૪ અને વૃંદાવન ૪૫૮ પર રહ્યો છે.

(10:43 am IST)