Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અદાણીની સંપતિ પર અબજ ડોલર વધી

ગૌતમ અદાણીએ જેફ બેજોસને પાછળ છોડયા : કમાણીમાં વિશ્વના ધનપતિઓમાં ત્રીજા ક્રમે પહોંચ્યા

નવી દિલ્હી તા. ૧૨ : ભારત દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીનાં શાસન પર ફરી એકવાર ખતરો દેખાઇ રહ્યો છે અને આ વર્ષે તેમની નેટવર્થમાં $ ૨૦.૫ બિલિયનનો વધારો થયો છે, જયારે અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ ૫૨ બિલિયન ડોલરનો વધારો થયો છે.

આ વર્ષે અત્યાર સુધીની કમાણીની વાત કરીએ તો અદાણી ગ્રુપનાં ચેરમેન ગૌતમ અદાણી હવે ભારતીય અબજોપતિઓમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છે. તેમણે માત્ર એશિયાનાં સૌથી અમીર મુકેશ અંબાણીને જ નહીં પરંતુ દુનિયાનાં મોટા અમીરોને પણ પાછળ છોડી દીધા છે. આ વર્ષે અદાણીની સંપત્ત્િ।માં $ ૫૨ બિલિયનનો વધારો થયો છે. આ મામલામાં અદાણી માર્ક ઝુકરબર્ગ, જેફ બેઝોસ, સ્ટીવ વોલ્મર, લેરી એલિસન, વોરેન બફેટ જેવા ટોપ-૧૦ અબજોપતિઓથી ઘણા આગળ છે. જે દર્શાવે છે કે ગૌતમ અદાણીની આવકમાં કેટલી ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન માત્ર એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ જ તેમનાથી આગળ દેખાઇ રહ્યા છે. એલોન મસ્કની સંપત્ત્િ।માં આ વર્ષે અત્યાર સુધીમાં ૧૨૪ અબજ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ સમયગાળા દરમિયાન બર્નાર્ડ આર્નોલ્ટે ઼૫૬ બિલિયનની કમાણી કરી, જયારે લેરી પેજે $ ૪૭ બિલિયનની કમાણી કરી. વળી, સર્ગી બ્રિનની નેટવર્થમાં આ વર્ષે $ ૪૫ બિલિયનનો વધારો થયો છે. ભારતીય અબજોપતિઓની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં મુકેશ અંબાણીની સંપત્ત્િ।માં $ ૨૦.૫ બિલિયન, ગૌતમ અદાણીની સંપત્ત્િ।માં $ ૫૨ બિલિયન, શિવ નાદરની સંપત્ત્િ।માં $ ૫.૨૯ બિલિયન, અઝીમ પ્રેમની સંપત્ત્િ।માં $ ૧૧.૮ બિલિયનનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર, અંબાણી $ ૯૭.૨ બિલિયનની નેટવર્થ સાથે વિશ્વનાં સૌથી ધનિકોની યાદીમાં ૧૧માં ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં $ ૨૦.૫ બિલિયનનો વધારો થયો છે. અંબાણી તાજેતરમાં $ ૧૦૦ બિલિયનની કલબમાં જોડાયા હતા, પરંતુ ત્યારથી તેમની કુલ સંપત્ત્િ।માં ઘટાડો થયો છે. પરંતુ તેમ છતાં તે એશિયાનાં સૌથી ધનિક વ્યકિત છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસની તાજેતરની યાદી અનુસાર, એલોન મસ્ક $ ૨૯૪ બિલિયનની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે. જેફ બેઝોસ ઼૨૦૦ બિલિયન સાથે બીજા અને બર્નાર્ડ આર્નોલ્ટ $ ૧૭૦ બિલિયન સાથે ત્રીજા સ્થાને છે. બિલ ગેટ્સ $ ૧૩૭ બિલિયન સાથે ચોથા નંબર પર છે. લેરી પેજ $ ૧૩૦ બિલિયન સાથે પાંચમાં સ્થાને, સર્ગી બ્રિન $ ૧૨૫ બિલિયન સાથે છઠ્ઠા, માર્ક ઝુકરબર્ગ $ ૧૨૨ બિલિયન સાથે સાતમાં સ્થાને છે. ઉલ્લેખનીય છે કે, એશિયામાં અંબાણીનું શાસન આગામી દિવસોમાં જોખમમાં આવી શકે તેવુ લાગી રહ્યુ છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં તાજેતરનાં સમયમાં ઘણો વધારો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર, અદાણી ૮૫.૮ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વનાં ધનિકોની યાદીમાં ૧૩માં ક્રમે છે. એટલે કે આ વર્ષે તેમની નેટવર્થ અંબાણી કરતા અઢી ગણી વધી ગઈ છે.

(10:27 am IST)