Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

બીજી સેમીફાઇલન મેચમાં ઓસ્‍ટ્રેલીયાએ ટોસ વીતી પહેલા બોલીંગ પસંદ કરી : પાકિસ્‍તાનને ૧૭૬ રન કર્યા

મુંબઇ : ટી20 વિશ્વકપ 2021 ની બીજી સેમિફાઇનલ મેચ આજે રમાઇ રહી છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને પાકિસ્તાની ટીમ બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. રિઝવાન અને ઝમાન ના અર્ધશતક વડે પાકિસ્તાને 4 વિકેટ ગુમાવીને 176 રનનો સ્કોર કર્યો હતો.

પાકિસ્તાને પ્રથમ બેટીંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરો પર દબાણ વધારતી બેટીંગ કરી હતી. ઓપનર મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમે (39) સારી શરુઆત કરી હતી. બંને વચ્ચે 71 રનની ભાગીદારી રમત નોંધાઇ હતી. રિઝવાને શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. આ દરમ્યાન તેણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

કેપ્ટન આઝમની વિકેટ ગુમાવ્યા બાદ ફખર ઝમાને રમતને રિઝવાન સાથે મળીને આગળ વધારી હતી. ઝમાને પણ અર્ધશતક જમાવ્યુ હતુ. તેણે 55 રનની અણનમ રમત રમી હતી. 32 બોલમાં જ તેણે આ રન 4 છગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. જોકે પાકિસ્તાને આસીફ અલીની ગોલ્ડન ડક વિકેટ ગુમાવી હતી. શોએબ મલિક પણ માત્ર 1 જ રન બનાવીને મીશેલ સ્ટાર્કના બોલ પર ક્લીન બોલ્ડ આઉટ થયો હતો. હાફીઝ એક રન કરીને અણનમ રહ્યો હતો.

મિશેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયા માટે 2 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાનની તેજ ગતીને બનેલી બેટીંગને નિયંત્રીત રાખવામાં મહત્વનો પ્રયાસ કર્યો હતો. સ્ટાર્કે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ આજે સૌથી વધુ ખર્ચાળ બોલર સાબિત થયો હતો, તેણે 4 ઓવરમાં 49 રન લુટાવ્યા હતા. પેટ કમિન્સ અને એડમ ઝમ્પાએ એક એક વિકેટ ઝડપી હતી. ઝમ્પાએ સૌથી કરકસર ભરી બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા.

(10:45 pm IST)