Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ચીનમાં સૌથી શકિત શાળી નેતા તરીકે ઉભરી આવ્‍યા રાષ્‍ટ્રપતિ શી જિનપીંગ

ત્રીજી વખત રાષ્‍ટ્રપ્રમુખ બનવા માટે માર્ગ બન્‍યો મોકળો

નવી દિલ્‍હી : ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની ઉચ્ચસ્તરીય બેઠકમાં પાર્ટીના ગત 100 વર્ષની મહત્વની ઉપલબ્ધિયોને લઈને એતિહાસિક પ્રસ્તાવને મંજૂર કરવામાં આવ્યો છે.

આ સાથે જ હવે આગળના વર્ષ માટે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ના રેકોર્ડના ત્રીજા કાર્યકાળ માટે પણ રસ્તો સાફ કરી દીધો છે. પાર્ટીની 19મી કેન્દ્રીય સમિતિનું છઠ્ઠું પૂર્ણ અધિવેશન આઠથી 11 નવેમ્બરના રોજ બીજીંગમાં આયોજીત કરવામાં આવ્યું હતું.

પાર્ટીએ આ વિશે વિસ્તૃત જાણકારી શુક્રવારે આયોજીત પત્રકાર પરિષદમાં આપી હતી. જાહેર કરવામાં આવેલા નિવેદનામાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે સત્રમાં મહત્વનું ભાષણ આપ્યું હતું. બેઠક દરમ્યાન સીપીસીના રાજનીતિક બ્યૂરોની તરફથી શી દ્વારા સોંપવામાં આવી ગયેલી કાર્ય રીપોર્ટ પર પણ ચર્ચા થઈ છે. શી જિનપીંગે અરજી પરની સ્થિતિ સ્પષ્ટ કરી કે જેની વિસ્તૃત જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. સત્રમાં વર્ષ દરમ્યાન 2022ના ઉત્તરાર્ધમાં બીજિંગમાં સીપીસીની 20મી નેશનલ કોંગ્રેસ આયોજીત કરવાના અરજીને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં આશા વ્યક્ત કરવામાં આવી હતી કે શી જિનપિંગના નામનું અધિકારીક રૂપથી અભૂતપૂર્વ રીતે ત્રીજા કાર્યકાળ માટે અરજી આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 68 વર્ષીય શી જિનપિંગ ચીનની સત્તાના ત્રણેય કેન્દ્રો પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. સીપીસના મહાસચિવ, શક્તિશાળી સેન્ટ્રલ મિલિટરી કમિશન (સીએમસી) ના અધ્યક્ષ જે તમામ સૈન્ય આદેશોની સતત દેખરેખ રાખે છે, અને રાષ્ટ્રપતિ પર કબ્જો પણ છે, અને તેઓ આવતા વર્ષે તેમના બીજા પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. સીપીસીની આ બેઠકને રાજનીતિક રીતે અત્યંત મહત્વની અને નિર્ણાયક તરીકે માનવામાં આવતું હતું. જે પોતાના નવ વર્ષના કાર્યકાળ પછી પાર્ટી સંસ્થાપક માઓ ત્સે તુંગની પછી સૌથી શક્તિશાળી નેતાના રૂપમાં સામે આવ્યા છે.

(9:48 pm IST)