Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સીસીટીવીમાં કેદ થઇ હૈદરાબાદની ટ્રેન દુર્ઘટનાઃ કુટેજમા ટ્રેક પરથી ઉતરતા જોવા મળ્‍યા ડબ્‍બા

        હૈદરાબાદમાં સોમવારના એક ટ્રેન દુર્ઘટનાના સીસીટીવી કુટેજ સામે આવ્‍યા છે. જેમાં કાચીગુડા રેલ્‍વે સ્‍ટેશન પર એક લોકલ ટ્રેન અને એકસપ્રેસ ટ્રેન ટકરાતી જોવા મળી હતી.

        ટકકર એટલી જોરદાર હતી કે જેનાથી એમએમટીએસ ટ્રેનની ઘણી બોગીઓ પાટા પરથી ઉતરી ગઇ. કુટેજમાં દુર્ઘટના પછી યાત્રીઓ પાટાથી ઉતરી ટ્રેનમાંથી નીકળી ભાગતા નજરે આવ્‍યા.

        દુર્ઘટનામા ઘાય થયેલ ર૦ યાત્રીઓ હોસ્‍પિટલમા દાખલ છે.

(10:57 pm IST)