Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

બોલો, ઝૂંપડીમાં રહેનાર વ્‍યક્‍તિને વીજળી વિભાગે ૪૬ લાખ રૂપિયાનું વીજ-બિલ ફટકાર્યું

નવી દિલ્‍હી,તા.૧૨: મધ્‍યમ વર્ગના પરિવારને જો બે કે ત્રણ હજારનું વીજ-બિલ આવે તો બીજા જ મહિનેથી લાઇટના વપરાશમાં કરકસર શરૂ થઈ જાય, પરંતુ જો કોઈને ૪૬ લાખ રૂપિયાનું બિલ ફટકારવામાં આવે તો? આવી જ એક દ્યટના બરનાવા ગામની એક વ્‍યક્‍તિ સાથે બની છે.

યશપાલ નામની એ વ્‍યક્‍તિને વીજ-બિલ ફટકારવામાં આવ્‍યું છે, જેમાં વીજળીના વપરાશની કિંમત ૪૬ લાખ રૂપિયા છે. આશ્ચર્યની વાત એ છે કે આ વ્‍યક્‍તિ કોઈ મહેલમાં નહીં, પણ એક ઝૂંપડીમાં રહે છે. બે વર્ષ પહેલાં યશપાલે એક કિલોવોટની ક્ષમતાનું કનેક્‍શન પોતાની પત્‍ની વિમલેશના નામે લીધું હતું અને એ બિલ તે ભરી શક્‍યો નહોતો. જૂન મહિનામાં વીજ-કંપની દ્વારા તેને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં બાકીના બિલની રકમ ૩૭ લાખ રૂપિયાથી વધુ દર્શાવાઈ છે. આ નોટિસ જોઈને યશપાલના હોશ ઊડી ગયા હતા.

હવે યશપાલ વીજ-કંપનીની ઓફિસમાં આ બિલ ખોટું છે અને એમાં સુધારો કરાવવા માટે ધક્કા ખાય છે. જોકે જૂનથી અત્‍યાર સુધીમાં તેની સમસ્‍યાનો ઉકેલ આવ્‍યો નથી અને બીજી નવેમ્‍બરે વિદ્યુત વિભાગના કર્મચારીઓએ તેને વધુ એક નોટિસ આપી જેમાં બાકી બિલની રકમ ૪૬ લાખ રૂપિયાથી વધારે દર્શાવી છે. નોટિસમાં લખવામાં આવ્‍યું છે કે જો તું આ રકમ ભરશે નહીં તો વીજ-કનેક્‍શન કાપી નાખવામાં આવશે. આ મામલે જેઈ સુનીલકુમારે કહ્યું છે કે આ બિલ કોઈ ખામીને કારણે ઇશ્‍યુ થયું છે જેને ટૂંક સમયમાં સુધારી લેવામાં આવશે.

(4:48 pm IST)