Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મહારાષ્‍ટ્ર કોંગ્રેસના ધારાસભ્‍યોને જયપુરમાં જયાં ‘સચવાયા' છે તે હોટલના રૂમનું ૧ દિ'નું ભાડુ ૧-ર૦ લાખ

ધારાસભ્‍યોને જલ્‍સો પડી ગયોઃ ભોગવે છે રજવાડી સુખ-સગવડ

જયપુર, તા.૧૨: ધારાસભ્‍યોને બચાવવા લાખો રૂપિયા વહાવી રહી છે કોંગ્રેસ, રાજસ્‍થાનની આ હોટેલના ભાવ સાંભળી ચોંકી જશો

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કવાયતમાં કોંગ્રેસના ધારાસભ્‍યોને અત્‍યારે જલસા પડી ગયા છે, હોર્સ-ટ્રેડિંગથી બચાવવા માટે કોંગ્રેસ મહારાષ્ટ્રએ તેના બધા જ ધારાસભ્‍યોને રાજસ્‍થાનની ફાઇવ સ્‍ટાર હોટેલમાં રાખ્‍યા છે, જયાં તેમને રાજા-મહારાજાઓ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. જેમાંની કેટલીક હોટેલ્‍સ એવી પણ છે, જયાં એક દિવસનું ભાડું ૧ લાખ ૨૦ હજાર રૂપિયા છે.

મહારાષ્ટ્રમાં અત્‍યારે સરકાર બનાવવાની મડાગાંઠ બરાબરની ગુંચવાઈ છે. રાજયમાં ૧૦૫ જીતનારી બીજેપી શિવસેનાની બગાવતના કારણે સરકાર બનાવવામાં નિષ્‍ફળ ગઈ છે. તો શિવસેના મુખ્‍યમંત્રી પદ માટે પોતાનો શિવ સૈનિક બેસાડવાની જીદ પર અડગ છે. એટલે તે કોગ્રેસ-એનસીપી સાથે મળીને સરકાર બનાવવા મથી રહ્યાં છે.

એનસીપી તરફથી શિવસેનાને લીલી ઝંડી મળી ગઈ છે, પરંતુ કોંગ્રેસ હજી તેના આ નવા સહયોગી બાબતે બહુ અવઢવમાં છે અને ફૂંકી-ફૂંકીને ડગલાં લઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસને એ ડર પણ સતાવી રહ્યો છે કે, કોઇ પાર્ટી તેમના ધારાસભ્‍યો ફોડી ન નાખે. જેના કારણે તેમણે બધા જ ધારાસભ્‍યોને જયપુર-દિલ્‍હી હાઈવેથી ૧.૫ કિમી દૂર ધ બુએના વિસ્‍તા રિસોર્ટ નામની એક ફાઇવસ્‍ટાર હોટેલમાં મોકલ્‍યા છે. જયાં આ બધા ધાંધિયાથી દૂર તેઓ આરામ ફરમાવી રહ્યા છે.

આ રિસોર્ટાઅં કુલ ૫૦ પ્રાઇવેટ વિલા છે, બધી જ વિલામાં પ્રાઇવેટા સ્‍વીમિંગ પૂલની સુવિધા છે. એટલું જ નહીં, બધી જ વિલાઝમાં બે રેસ્‍ટોરેન્‍ટ, બે બાર અને એક સ્‍પા પણ છે. જયાં આગંતુકો આરામ ફરમાવી શ્રેષ્ઠ સમય પસાર કરી શકે છે.

આ હોટેલ ફ્રેન્‍ચ અને રાજસ્‍થાની સ્‍ટાઇલમાં બનેલી છે, સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ હોટેલનો માલિક એક ફ્રેન્‍ચ નેતા છે.

હોટેલમાં ત્રણ કેટેગરીના રૂમ છે. પહેલા ગાર્ડન રૂમ. જેમાં એક પ્રાઇવેટ પૂલની વ્‍યવસ્‍થા છે, આ બેઝિક કેટેગરી વિલાનું ભાડું એક દિવસના ૨૪ હજાર રૂપિયા છે, જેના ૧૮ ટકા વધારાનો ટેક્‍સ ભરવાનો રહે છે.

બીજી કેટેગરી હેરિટેજ વિલા છે. એ કેટેગરીમાં પ્રાઇવેટ પૂલ સાથે મળતા રૂમનું ભાડું એક દિવસનું ૨૫ હજાર રૂપિયા છે.

આ રિસોર્ટમાં સૌથી ટોપ કેટેગરી વાળી વિલા ધ રોયલ એક્‍સક્‍લ્‍યૂઝિવ છે. જેમાં પ્રાઇવેટ પૂલની સાથે બીજી પણ ઘણી લગ્‍ઝરી સુવિધાઓ આપવામાં આવે છે, જેમકે, પ્રાઇવેટા બાર, રેસ્‍ટોરેન્‍ટ અને સ્‍પા.

ખર્ચ અંગે જણાવતાં એક કોંગ્રેસી કાર્યકર્તાએ જણાવ્‍યું કે, ત્રણ દિવસ પસાર થઈ ગયા છે. મહારાષ્ટ્રના બધા જ ધારાસભ્‍યો અહીં રોકાયા છે. બીલ તો ઘણું વધી ગયું છે. પરંતુ શું થાય, કઈંક મેળવવા માટે કઈંક ખોવું તો પડે જ છે. અમે લોકો મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ઈચ્‍છીએ છીએ, એટલે આ ખર્ચ બરાબર છે

(4:34 pm IST)