Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ઉધ્‍ધવ અને આદિત્‍ય ઠાકરે સતત પ્રશાંત કિશોરના સંપર્કમાં : સલાહ લ્‍યે છે

મુંબઇઃ મહારાષ્‍ટ્રમાં સત્તા માટેની ઉધ્‍ધવ બેકરારીથી તેમની જુની સહયોગી પાર્ટી ભાજપા જ નહીં,, તેમના પોતાના પક્ષના જ કેટલાક સાથીદારો આヘર્યમાં છે. ચૂંટણીમાં ભાજપાથી અર્ધી બેઠકો જીતવા છતા મુખ્‍યપ્રધાન પદની માંગણી કરનાર ઉધ્‍ધવ ઠાકરેની જીદ દેશના રાજકારણ માટે અજબ કિસ્‍સો બની ગયો છે. શિવસેનાની અંદરથી મળતા સમાચારો માનીએ તો સત્તા માટેની ઉધ્‍ધવ ઠાકરેની આક્રમકતા અને બેકરારી તેમના નવા સલાહકારની સલાહોની અસર છે. મહારાષ્‍ટ્રમાં ચૂંટણીના સમયથી જ ઉધ્‍ધવ ઠાકરેએ પ્રશાંત કિશોરની સલાહો લેવાનું શરૂ કર્યુ હતું.

શિવસેનાના નેતાઓનું એક મોટું જૂથ એવું માની રહ્યું છે કે સત્તા માટેની ઉધ્‍ધવ ઠાકરેની આક્રમતા પાછળ પ્રશાંત કિશોર જેવા તેમના સલાહકારોનું દિમાગ કામ કરી રહ્યું છે. આ નેતાઓ અનુસાર ચૂંટણીના સમયથી જ ઉધ્‍ધવ ઠાકરે સતત પ્રશાંત કિશોરના સંપર્કમાં છે. પરિણામો પછી બંને વચ્‍ચેની વાતચીત સતત વધી છે. ઉધ્‍ધવ ઠાકરેના પુત્ર આદિત્‍ય ઠાકરે અને તેની ટીમ પણ પ્રશાંત કિશોરના સંપર્કમાં રહી છે. શિવસેનાના એક નેતા અનુસાર પ્રશાંત કિશોર સહિત અન્‍ય નવા સલાહકારોની ટીમે જ ઉધ્‍ધવ ઠાકરેને જણાવ્‍યું છે કે ચુંટણી  પરિણામો તેમના માટે વરદાન રૂપ છે અને હવે ઠાકરે પાસે ભાજપા જ નહી બીજા પક્ષોને પણ પોતાની મરજી મુજબ ચલાવવાની તાકાત મળી ગઇ છે. સલાહકારોએ તેને એવું સમજાવ્‍યું છે જો એનસીપી સાથે પણ શિવસેનાની સરકાર બનશે તો મહારાષ્‍ટ્રમાં ભાજપાનું વર્ચસ્‍વ સમાપ્‍ત થઇ જશે. ભાજપાના વર્ચસ્‍વના કારણે જ શિવસેનાનો આધાર સંકોચાઇ રહ્યો છે.

જાણકારો અનુસાર, શિવસેના પ્રમુખે સુભાષ દેસાઇ, અનિલ દેસાઇ, એક સાથે શિંદે અને મિલીંદ નારવેકર જેવા પોતાના જૂના સાથીદારોનો મત એક બાજુ મુકીને તેમને સત્તા માટે ખેલાઇ રહેલા આ ખેલથી દુર કરી દીધા છે. પક્ષમાં એવા ઘણાં નેતાઓ છે જેમને એવો ભય છે કે એનસીપી અને કોંગ્રેસ સાથે જોડાવું આત્‍મઘાતી બની શકે છે. તેમને એ પણ ભય છે કે કોંગ્રેસના ટેકાથી દેશમાં કયાંય પણ રચાયેલી બીજા પક્ષની સરકાર સ્‍થાયી રૂપે કામ નથી કરી શકી.

(4:33 pm IST)