Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પાણીની સ્‍વાસ્‍થ્‍યવર્ધક બેલ....

કેરળની એક સ્‍કુલમાં વિદ્યાર્થીઓના સ્‍વાસ્‍થ્‍ય માટે અનોખી બેલ વગાડવામાં આવે છે. રિસેષની બેલ ઉપરાંત ‘‘વોટર બેલ''  દિવસમાં ૩ વાર વાગે છે. જેમાં વિદ્યાર્થીઓએ પાણી પીવાનું હોય છે. સ્‍કુલ તંત્ર દ્વારા બાળકોમાં ઓછુ કે નહિવત પાણી પીવાને લીધે  થતી તકલીફો કે બીમારીને દુર કરવા આ સ્‍વાસ્‍થ્‍યવર્ધક પગલુ ભરવામાં આવ્‍યું છે. દેશભરની શાળાઓમાં પણ આ પગલુ પ્રેરણાદાયી બને તો બાળકોને ખુબ જ ફાયદો થશે.

 

(4:26 pm IST)