Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શિવસેનાને જ ભારે પડી ફોર્મ્‍યુંલાઃ હવે NCPએ માંગ્‍યુ અઢી વર્ષનું CM પદ

CM પદને લઇને જ શિવસેના ભાજપ સાથે વાંધો પડયો હતો

મુંબઇ,તા.૧૨: મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઇ નવો દાવ ફસાતો દેખાઇ રહ્યો છે. કોંગ્રેસનું માનવું છે કે મોડું તેમની તરફથી થતું નથી પરંતુ એનસીપી ચીફ શરદ પવારની તરફથી થઇ રહ્યું છે. તેની પાછળ કોંગ્રેસની થિયોરી છે કે શરદ પવાર ઇચ્‍છે કે બંને પાર્ટીઓ શિવસેના અને એનસીપીને અઢી-અઢી વર્ષનું સીએમ પદ મળે. એટલે કે સીએમનું પદ રોટેશનલ હોય. ત્‍યાં શિવસેના હજુ પણ આદિત્‍ય ઠાકરેને મુખ્‍યમંત્રી બનાવા માંગે છે.

દિલચસ્‍પ વાત એ છે કે શિવસેના એ જે ૫૦-૫૦ ફોર્મ્‍યુલાના લીધે ભાજપ સાથે પોતાના ૩૦ વર્ષ જૂના સંબંધ તોડી નાંખ્‍યા છે તેના ચક્રમાં હવે તે પોતે જ ફસાતી દેખાય રહી છે.

જો કે વાત એમ છે કે શિવસેનાએ ૫૬ સીટો પર જીત નોંધાવી છે અને એનસીપીએ ૫૪ સીટો પર જીતી છે. આ દ્રષ્ટિથી જોવા જઇએ તો એનસીપીની પાસે બે સીટો તેના કરતાં ઓછી છે. જો કે એનસીપીની તરફથી સતત મહારાષ્ટ્રમાં વૈકલ્‍પિક સરકાર આપવાની વાત કરી રહ્યા છે.

આજે સવારે જ એનસીપી નેતા અજીત પવારે કહ્યું કે અમે આખો દિવસ કોંગ્રેસના સમર્થન પત્રની ગઇકાલે રાહ જોઇ કારણ કે કોંગ્રેસના સમર્થન વગર કોઇ મતલબ જનથી. અજીત પવારે એમ પણ કહ્યું કે સ્‍થાયી સરકાર આપવા માટે કોંગ્રેસે આવવું જોઇએ. અજીતે એમ પણ સ્‍પષ્ટતા કરી કે અમારી તરફથી કોઇ મોડું થતું નથી. પવારે કહ્યું કે અમે કોંગ્રેસ સાથે વાત કરીશું અને રાજયપાલ પાસે વધુ સમય માંગવાની કોશિષ કરીશું.

તો બીજીબાજુ શિવસેના અને એનસીપીના નેતા સતત સરકાર બનાવાના દાવા કરી રહ્યું છે. આજે સવારે જ શિવસેનાના નેતા સંજય રાઉતને મળવા એનસીપી નેતા છગન ભૂજબળ પહોંચ્‍યા હતા તેમણે કહ્યું કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની સરકાર બનશે અને તેમાં કોઇ સમસ્‍યા નથી.

બીજીબાજુ શિવસેના નેતા મનોહર જોશીએ પણ સરકારની આશા વ્‍યકત કરી. તેમણે કહ્યું કે શિવસેનાની સરકાર ચોક્કસ બનશે અને કોંગ્રેસ સાથે આવશે.

આ દ્રષ્ટિથી અત્‍યારે બધાની નજર કોંગ્રેસની તરફ છે. દિલ્‍હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્‍યક્ષ સોનિયા ગાંધીના દ્યરે પાર્ટી નેતાઓની બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર બધાની નજર છે.

(4:24 pm IST)