Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શિવસેનાને ટેકો દેવો કે નહિ ? સોનિયા ગોટે ચડયાઃ કોંગ્રેસમાં બે ભાગ પડયાઃ જબરી ગડથમલ

ફાયદાનો સોદો કે નુકસાન ? મંથન

મુંબઇ,તા.૧૨: મહારાષ્‍ટ્રમાં સરકાર ગઠનનો ખેલ સતત રોચક થતો જોવા મળ્‍યો છે. બીજેપીનું સરકાર બનવાના ઇન્‍કાર બાદ પહેલા શિવસેના હવે એનસીપીને ગવર્નર ભગતસિંહ કોશ્‍યારીની ઓફર મળી એનસીપી અને શિવસેનામાં સરકાર ગઠન માટે સહમતિ જોવા મળી છે. પરંતુ વાત હવે કોંગ્રેસના સમર્થન પર અટકી છે. પક્ષે ગઇ કાલે દિલ્‍હીઅને મહારાષ્‍ટ્રમાં બેઠકો યોજી પરંતુ કોઇ હલ નીકળી શકયો નથી. ખુદ સોનિયા ગાંધીેએ સાંજે બેઠક કરી હતી. પરંતુ કોઇ હલ આવ્‍યો ન  હતો આજે ફરી કોંગ્રેસમાં હલચલ છે. પરંતુ સુત્રો કહયા મુજબ પક્ષ હજુ પણ શિવસેના સાથે જવા અંગે કોઇ ર્નિર્ણય લઇ શકી નથી.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુ ગોપાલ સોનિયા ગાંધીના ઘર પહોંચ્‍યા છે. પૂર્વ ડિફેન્‍સ મંત્રી એ કે એનટની પણ આ બેઠકમાં હાજર છે. માનપાના રચના નોટ કોઇ નિર્ણય લઇ શકે છે. જો કે તેમને નિર્ણય લેવામાં મુશ્‍કેલી થઇ રહી છે. કારણે પક્ષમાં આંતરિક બે ભાગ જોવા મળ્‍યા છે.

કોંગ્રેસની બેઠકમાં સોનિયા ગાંધીએ ૩ નેતાઓને મુંબઈ મોકલવાનો નિર્ણય આપ્‍યો છે. આ અંગેની જાણકારી પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્‍વિટ કરીને જાણકારી આપી છે. તેઓએ કહ્યું કે સોનિયા ગાંધીએ આજ સવારે શરદ પવાર સાથે વાત કરી અને મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને મને મુંબઈ જવાનો નિર્દેશ આપ્‍યા છે. વેણુગોપાલે જણાવ્‍યું છે કે અમે ૩ નેતા મુંબઈ જઈને શરદ પવારને મળીશું.ᅠ

અજીત પવારે કહ્યું કે સોમવારે અમે કોંગ્રેસનું સમર્થન પત્ર જાહેર થવાની રાહ જોઈ કેમકે તેના વિના અમારા સમર્થનનું કોઈ મહત્‍વ નથી. તેઓએ ઉમેર્યું કે સ્‍થાયી સરકાર બનાવવાને માટે કોંગ્રેસ આવે તે જરૂરી છે. અજિતે એ પણ સ્‍પષ્ટતા કરી કે અમારી તરફથી કોઈ મોડું કરવામાં આવી રહ્યું નથી. અમે કોંગ્રેસ સાથે વાત કરીશું અને રાજયપાલ પાસે વધારે સમય માંગવાની કોશિશ કરીશું.

મહારાષ્ટ્રમાં છેલ્લા ૪૮ કલાકમાં રાજનીતિક દ્યટનાક્રમ સંપૂર્ણ રીતે બદલાયું છે.પહેલાં શિવસેનાને આમંત્રણ મળ્‍યું પણ હવે તે ૨૪ કલાકમાં સમર્થન પત્ર મળ્‍યું નથી. આવું જ હવે એનસીપીની સાથે બન્‍યું છે. જો તે ૨૪ કલાકમાં સમર્થન નહીં મેળવે તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસનના આસાર વધી શકે છે.

(4:21 pm IST)