Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પવારે સોનીયા ગાંધીને ફોન કરી એવું શું કહયું કે સરકાર બનતી અટકી ગઇ

મુંબઇ તા. ૧ર :.. શરદ પવારને ફોન કર્યો હતો. બંને વચ્ચે લગભગ ૧પ મીનીટ સુધી વાતચીત થઇ. શરદ પવારે સોનિયા ગાંધીને કહયું કે, તેઓ શિવસેના સાથે ફરીથી વાત કરશે. આ સાથે જ આગામી વાતચીત માટે કોંગ્રેસના નેતાઓને આજે મુંબઇ મોકલવા માટે પણ જણાવ્યું હતું.્ર્ર્ર્રઠ-હકિકતમાં સોનિયા ગાંધીને પવાર પાસેથી આવા જવાબની અપેક્ષા નહોતી, કેમ કે બેઠકમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાથે સોનિયાએ શિવસેના - એનસીપીના નેતૃત્વમાં સરકારને સમર્થન આપવા અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ સોનિયા ગાંધીએ શરદ પવારને કોંગ્રેસના નિર્ણયની જાણકારી આપવા માટે ફોન કર્યો હતો. શરદ પવાર સાથેની વાતચીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ ફરીથી તે રૂમમાં ગયા હતાં. જયાં મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક ચાલી રહી હતી. તેમણે તમામ લોકોને શરદ પવાર સાથે થયેલી વાતચીત વિશે જણાવ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસે નકકી કર્યુ હતું કે, એનસીપી સાથે વાતચીત થયા બાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે.્ર્ર્ર્રઠ-ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર-કોંગ્રેસના નેતાઓને હજુ પણ શિવસેના-એનસીપી સાથે મળીને સરકાર બનાવવામાં કોઇ વાંધો નથી. શરદ પવારના વલણથી મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા પણ પરેશાન છે.્ર્ર્ર્રઠ-મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવાના પક્ષમાં છે અને સોનિયને પણ તેની સામે કોઇ વાંધો નથી. પરંતુ શિવસેનાને સમર્થન આપવાના મુદે મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ અને રાષ્ટ્રીય  નેતાઓના મત વહેંચાયેલા છે. બીજી તરફ, કેરળ કોંગ્રેસન નેતા કે. સી. વેણુગોપાલ અને એ. કે. એન્ટોનીએ શિવસેના સાથે સરકાર બનાવવા સામે વાંધો ઉઠાવ્યો છે.  આ ઉપરાંત મલ્લિકાર્જુન ખડગે પણ નથી ઇચ્છતા કે કોંગ્રેસ - શિવસેના સાથે મળીને સરકાર બનાવે.

(4:10 pm IST)