Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

કરતારપુર ગુરૂદ્વારાએ ગુરૂનાનક દેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વએ રોશનીનો ઝળહળાટ

પાકિસ્તાન સ્થિત શીખોના પવિત્ર સ્થળ કરતારપુર સાહીબ ખાતે દર્શનનો લાભ મળવવાનું શરૂ થતા સમગ્ર શીખ સમુદાયમાં ભારે હર્ષ છવાયો છે. કરતારપુર શીખોના પહેલા ગુરૂશ્રી નાનકદેવજીનું નિવાસસ્થાન હતુ. આજે ગુરૂ નાનકદેવજીના ૫૫૦મા પ્રકાશ પર્વ નિમિતે ગુરૂદ્વારાને રોશનીનો ભવ્ય શણગાર કરાયો છે. ગુરૂ નાનકદેવજીએ તેમના જીવનના છેલ્લા ૧૭ વર્ષથી વધુ સમય પરિવાર સાથે કરતારપુર (પાકિસ્તાન)માં રહ્યા હતા. અહીં તેમના માતા- પિતા અને ગુરૂ નાનકદેવજીએ દેહ ત્યાગ કર્યો હતો. શીખોના ખુબ જ પવિત્ર સ્થળ કરતારપુરમાં ગુરૂદ્વારા સાહીબને રોશનીથી શણગારવામાં આવ્યું છે. કરતારપુર કોરીડોરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા દરરોજ ૫ હજાર શ્રધ્ધાળુઓ કરતારપુર માથુ ટેકવવા આવવાની પરવાનગી અપાઈ છે. પાકિસ્તાને પણ ભારતીય સીમાથી ગુરૂદ્વારા સાહીબ સુધીના કોરીડોરનું નિર્માણ કર્યુ છે. ગુરૂ નાનકદેવજી દ્વારા આ ગુરૂદ્વારાની ઈ.સ.૧૫૨૨માં સ્થાપના કરવામાં આવી હતી.

(3:21 pm IST)