Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગરીબી સામે ઝઝૂમી રહેલા પાકિસ્‍તાનમાં મોંઘવારીનો માર, ટમેટાં ૩૦૦ રૂપિયે કિલો

ઇસ્‍લામાબાદ તા.૧૨: પાડોશી દેશ પાકિસ્‍તાન આજકાલ મોંઘવારીના મારથી બેહાલ છે. અહીં દૈનિક જરૂરિયાતની વસ્‍તુઓનો ભાવ સતત વધી રહ્યો છે. પાકિસ્‍તાનમાં એક જ દિવસમાં ટમેટાંના ભાવમાં ૧૬૦ રૂપિયાનો વધારો થયો છે જેના કારણે અનેક શહેરોમાં ટમેટાંનો ભાવ ૩૦૦ રૂપિયાને પાર થઈ ગયો છે.

ભાવવધારાને કારણે અર્હીના લોકો ખૂબ પરેશાન છે. લોકોનું કહેવું છે કે આટલાં મોંઘાં ટમેટાં તેમણે પહેલાં કયારેય નથી ખરીદ્યા. સોશ્‍યલ મીડિયા પર લોકો વધેલા ભાવ માટે સરકારને જવાબદાર ગણાવી રહી છે. બીજી તરફ પાકિસ્‍તાનમાં શાકભાજીનો ભાવ પણ આસમાને પહોંચી ગયો છે. એક દિવસમાં ૨૦ રૂપિયાના ઉછાળા સાથે ડુંગળીની કિંમત ૮૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોચી ગઈ છે. જોકે, શિમલા મરચાંની કિંમત થોડી  નીચે આવતાં ૨૪૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી છે, જ્‍યારે ગયા અઠ્‍વાડિયા સુધી એની કિંમત ૩૨૦ રૂપિયા પ્રતિ કિલો હતી. સમાચાર છે કે પાકિસ્‍તાનના અનેક વિસ્‍તારોમાં પાક ખરાબ થવાથી ખેડૂતોની મુશ્‍કેલી વધી ગઈ છે. પાકિસ્‍તાનમાં મૅદાનો ભાવ ૪૮.૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને ૫૦.૫૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે.

(4:47 pm IST)