Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મંદી ખરેખર વકરી રહી છે ?

ઓકટોબરમાં વીજળીની માંગમાં ૧૨ વર્ષનો સોૈથી મોટો ઘટાડો

નવી દિલ્‍હી તા ૧૨   :  વિશ્વમાં સોૈથી વધુ ઝડપે વિકસી રહેલા ભારતીય અર્થતંત્ર માટે નબળા આર્થિક વિકાસના સંકેત સતત આવી રહ્યા છે. આઠ વર્ષમાં સોૈથી નીચા ઓૈદ્યોગીક ઉત્‍પાદન બાદ દેશમાં વીજળીની માંગ ઓકટોબરમાં ૧૩.૨ ટકાના દરે ઘટી હોવાનું સામે આવ્‍યું છે. છેલ્લા ૧૨ વર્ષમાં વીજળીની માંગમાં માસીક ધોરણે જોવા મળેલો આ સોૈથી મોટો ઘટાડો છે.

૬ વર્ષના આર્થિક વિકાસદરના નબળા આંકડા પછી સપ્‍ટેમ્‍બરમાં ઓૈદ્યોગીક ઉત્‍પાદન સંકોચાઇ ૪.૩ ટકા આવ્‍યા બાદ ૨૦૨૪ સુધીમાં પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્‍યવસ્‍થા બનાવવાનું સપનું જોતા નીતી ઘડવૈયા માટે વીજળીની માગ ઘટવી એ એક વધુ પડકાર છે.

રાજયના અર્થતંત્રમાં કૃષિ કરતાં ઓૈદ્યોગોનું વધારે મહત્‍વ ધરાવતા ગુજરાત અને મહારાષ્‍ટ્રમાં વીજળીની માગમાં વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મહારાષ્‍ટ્રમાં વીજળીની માંગ ૨૨.૪ ટકા અને ગુજરાતમાં ૧૮.૮ ટકા ઘટી હોવાનું સેન્‍ટ્રલ ઇલેકટ્રીસીટી ઓથોરીટીના  મંથલી રિવ્‍યુમાં જાણવા મળ્‍યું છે. ઉત્તર અને પુર્વનાં ચાર રાજયો સિવાય દેશના દરેક ક્ષેત્રમાં માંગ ઘટી હોવાનું આ અહેવાલમાં જાણવા મળ્‍યું છે. ઘરેલુ વીજ વપરાશમાં વધારે હિસ્‍સો ધરાવતા  હોય એવા રાજયોમાં ઉત્તર પ્રદેશમાં  માગ ૮.૩ ટકા અને મધ્‍ય પ્રદેશમાં લગભગ ૨૪ ટકા જેટલી ઘટી હોવાનું આંકડા જણાવે છે.

(12:26 pm IST)