Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

મોડી રાત્રે શરદ પવારે કર્યો ઉદ્ધવ ઠાકરેને ફોન : કહ્યું અમે સરકાર રચવા તૈયાર : કોંગ્રેસને કારણે થયું મોડું

પવારે એમ પણ કહ્યું હ્તુ કે, એનસીપી કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં પણ છે

મુંબઈ : મહારાષ્ટ્રના નવી સરકારની રચનાને લઈને મુંબઈથી લઈને દિલ્હી સુધી બેઠકોનો ધામધમાટઃ વચ્ચે હજુ સુધી કઈ નક્કર થયું નથી ત્યારે મોડી રાત્રે એનસીપીએ કહ્યું છે કે હા અમે સરકાર રચવા માટે તૈયાર છીએ.

મોડી રાત્રે એનસીપી ચીફ શરદ પવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પવારે શિવસેના પ્રમુખને જણાવ્યું છે કે, રાજ્યપાલે તેમને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું છે. એનસીપી શિવસેના સાથે સરકાર બનાવવા માંગે છે.

   આજે શિવસેનાને વધારે સમય આપવાનો ઈનકાર કર્યા બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની ત્રીજી સૌથી મોટી પાર્ટી એવી એનસીપીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલે એનસીપીને 24 કલાકનો સમય આપ્યો હતો. પણ રાજ્યપાલને મળ્યાના 3 થી 4 જ કલાકમાં એનસીપીએ સરકાર રચવાના રાજ્યપાલના આમંત્રણને સ્વિકારી લીધું છે.

એનસીપી ચીફ રાજ્યપાલે તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. તેમણે આ મામલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે એનસીપી શિવસેના સાથે મળીને સરકાર બનાવવા માંગે છે. કારણ કે કોંગ્રેસ સરકાર રચવાને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી શકે જેના કારણે સરકાર રચવામાં મોડું થઈ રહ્યું છે.

સાથે જ પવારે એમ પણ કહ્યું હ્તુ કે, એનસીપી કોંગ્રેસના ધારાસભ્યોના સંપર્કમાં પણ છે. હવે આવતી કાલે રાત્રે 8:30 કે તેના પહેલા એનસીપી શિવસેના સાથે મળીને સરકાર રચવાનો દાવો કરી શકે છે.

(12:46 am IST)