Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

આબુરોડ નજીક આમથલા ગામના પુલ પર જીપ અને કાર વચ્ચે અકસ્માત : જીપ પુલની રેલિંગ ઉપર લટકી : આઠ લોકોને ઇજા

સિરોહી રોડ ઉપર મુસાફરો ભરેલી જીપ સાથે કાર ધડાકાભેર અથડાઈ

રાજસ્થાનના આબુરોડ નજીક આમથલા ગામના પુલ ઉપર  જીપ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં જીપ નદીના પુલ પરની રેલીંગ ઉપર લટકી હતી. આ અકસ્માતમાં 8 વ્યક્તિઓને ઇજા થતાં આબુરોડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

 આ અંગે મળતી વિગત મુજબ રાજસ્થાનના આબુરોડ નજીક સર્જાયેલા અકસ્માતની મળતી વિગતો પ્રમાણે આબુરોડ સિરોહી રોડ ઉપર પસાર થઈ રહેલી મુસાફર ભરેલી જીપ આમથલા ગામના પુલ ઉપર પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલી કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.જેમાં જીપ નદીના પુલની રેલીંગ ઉપર લટકી ગઈ હતી. બુલડોઝરની મદદથી જીપ નીચે ઉતારવામાં આવી હતી અને ટ્રાફિક પૂર્વવત શરુ કરવામાં આવ્યો હતો. 

અકસ્માતમાં 8 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

(12:15 am IST)