Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ચીનની વધુ એક ખંધી ચાલ :અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે બેઠકની યજમાની કરશે

ચીન બેઠક માટે અફઘાનિસ્તાનના બધા પક્ષો સાથે સંપર્કમાં

 

બીજિંગ : અફઘાન શાંતિ પ્રક્રિયામાં પ્રયાસમાં ચીને કહ્યું છે કે તે યુદ્ધ પ્રભાવિત દેશમાં શાંતિના પ્રયત્નો પર ચર્ચા માટે પોતાને ત્યાં અફઘાન અધિકારીઓ અને તાલિબાન વચ્ચે એક દુર્લભ બેઠકની યજમાની કરવાના પ્રયત્નમાં છે.

તાલિબાને અફઘાનિસ્તાન સરકાર સાથે સીધી વાતચીતમાં અત્યાર સુધી ઇન્કાર કર્યો છે. તે અત્યાર સુધી અમેરિકા સાથે વાતચીત કરતા હતા પણ સપ્ટેમ્બરમાં વાર્તા તુટી ગઈ હતી
  ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન સહિત બંને પક્ષો સાથે સકારાત્મક વાર્તાનું સમર્થન કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે બધા પક્ષોને વાર્તા માટે મંચ ઉપલબ્ધ કરાવવો અને શાંતિ પ્રક્રિયામાં મદદ પહોંચાડવા માંગીએ છીએ.

  ચીન પોતાના ત્યા બેઠક કરાવવા માટે બધા પક્ષો સાથે સંપર્કમાં છે. તેમણે અફઘાન સરકાર  સાથે વાર્તા કરવાની તાલિબાનની આપત્તિ પર ગેંગ શુઆંગે કહ્યું હતું કે ચીન બેઠક માટે અફઘાનિસ્તાનના બધા પ્રાસંગિક પક્ષો સાથે સંપર્કમાં છે. બધા પક્ષમાં અફઘાન સરકાર અને અફઘાન તાલિબાન સામેલ  છે. વિશે વધારે વિગત પછી આપવામાં આવશે.

અફઘાનિસ્તાનમાંથી પોતાના બાકી સૈનિકોને પાછા બોલાવવાની અમેરિકાની યોજનાની પૃષ્ઠભૂમિમાં ત્યાં પોતાની ભૂમિકા વધારવાના પ્રયત્નમાં ચીને સપ્ટેમ્બરેમાં તાલિબાનના પ્રતિનિધિમંડળની યજમાની કરી હતી.

તાલિબાનના એક પ્રતિનિધિમંડળે પોતાના નેતા મુલ્લા બારાદાર ની આગેવાનીમાં અફઘાનિસ્તાન પર ચીનના વિશેષ દૂત ડેંગ જિજૂન સાથે સપ્ટેમ્બરમાં બીજિંગમાં વાતચીત કરી હતી.

(11:11 pm IST)