Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

Twitterના CEO જેક દોરજીએ રાહુલ ગાંધીની લીધી મુલાકાત: બતાવ્યુ પોતાનુ ટેટુ:ફોટા શેર

નવી દિલ્હી :ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને સહ-સંસ્થાપક જેક દોરજી હાલમાં ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે દિલ્લીમાં મુલાકાત કરીહતી આ દરમિયાન  બંનેની મુલાકાત ઘણી સુખદ રહી અને બંનેએ અમુક પળો સાથે વિતાવી હતી

 આ મુલાકાતના ફોટા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે. જેમાં દોરજી ખુશીથી રાહુલ ગાંધીને પોતાનું ટેટુ બતાવતા દેખાઈ રહ્યા છે

(8:32 pm IST)