Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

#MeToo : આરોપો પર એક્ટ્રેસ કુબરા સેઠે કર્યો નવાઝુદ્દીનનો બચાવ: કહ્યું તેમની સાથે ઉભી છે

મુંબઈ :#MeToo અભિયાન હેઠળ પૂર્વ મિસ ઈન્ડિયા અને અભિનેત્રી નિહારિકા સિંહે નવાઝુદ્દીન સિદ્દીકી પર યૌન શોષણના સંગીન આરોપ લગાવ્યા છે. હજુ સુધી નવાઝનું કોઈ નિવેદન નથી આવ્યુ પરંતુ તેમની સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી કુબરા સેઠે તેમનો બચાવ કર્યો છે. 'સેક્રેડ ગેમ્સ' માં નવાઝ સાથે જોવા મળનારી કુબરા સેઠે ટ્વિટ કરીને નવાઝનો બચાવ કર્યો અને કહ્યુ કે તે તેમની સાથે ઉભી છે.

(3:45 pm IST)