Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશપરદેશના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં નૂતનવર્ષ અને અન્નકૂટ દર્શન...

અમદાવાદ : વિક્રમ સંવતના પ્રથમ માસના પ્રથમ દિવસને એટલે કે કારતક સુદ એકમને આપણે નૂતન વર્ષ તરીકે ઊજવીએ છીએ. ખાસ કરીને ગુજરાતમાં નૂતન વર્ષનું અનેરું મહાત્મય છે. દિવાળીની આતશબાજીમાં વીતેલાં વર્ષની તમામ કડવાશ, ખારાશ,નિષ્ફળતા કે નકારાત્મક લાગણીને ઓગાળી દેવામાં આવે છે. દીપાવલી પછીનો સૂર્યોદય આખા વર્ષ માટે હકારાત્મક ઊર્જા લઈને આવે છે. નૂતન વર્ષ સાથે નવા સંકલ્પ પણ કરવામાં આવે છે અને તેને પૂર્ણ કરવા માટે ભગવાન, સત્પુરુષો, માતાપિતા અને વડીલોના આશીર્વાદ મેળવવામાં આવે છે. વહેલી સવારથી નવાં કપડામાં સજ્જ થઈને વડીલોના આશિષ લેવાનો અને મિત્રોને શુભકામના પાઠવવાનો ક્રમ આજેય ગુજરાતમાં જળવાયો છે. આ થયું બેસતા વર્ષનું સામાજિક મહત્ત્વ, પણ તેનું ધાર્મિક મહાત્મય પણ એટલું જ અગત્યનું છે. મંદિરોમાં પૂજાપાઠ કરીને ભગવાનનાં અને સત્પુરુષોના ચરણોમાં શીશ નમાવવાનું ઉપરાંત અન્નકૂટનો ભોગ ધરાવાવનું મહાત્મય અનેરું છે. નૂતન ધાન્ય - અન્નકૂટ ધરાવીને આખું વર્ષ સુખરૂપ પસાર થાય એવો શુભ આશય આ પાછળ રહેલો છે. આમ, સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક એમ બધું રીતે બેસતું વર્ષ નવી આશાનું કિરણ લઈને આવે છે. અનેરા મહાત્મય ધરાવતા આ મહાન પર્વની ઉજવણી ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના એશિયા, આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, યુરોપ વગેરે ખંડોમાં આવેલાં શ્રી સ્વામિનારાયણ મંદિરોના અન્નકૂટ દર્શન અહીં નિહાળવા મળશે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે નૂતન વર્ષે.

(12:07 pm IST)