Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

બાળકીને સોયબીનનું ફોર્મ્યુલા મિલ્ક પીવડાવશો તો માસિક દરમ્યાન પીડા થવાની સંભાવના વધશે

નવી દિલ્હી, તા. ૧ર : બાળકને તમે કયું ફોર્મ્યુલા મિલ્ક પીવડાવો છો એ બાબતે સભાનતા રાખવી જરૂરી છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ એન્વાયર્નમેન્ટલ હેલ્થ સાયન્સિસના રિસર્ચરોનું કહેવું છે કે જે બાળકીઓને નાનપણમાં સોયબીનબેઝ્ડ ફોર્મ્યુલા મિલ્કત પીવડાવવામાં આવ્યું હોય છે તેમને ૧૮થી બાવીસ વર્ષની દરમ્યાન મેન્સ્ટ્રુએશન દરમ્યાન પીડા થવાની સંભાવના પ૦ ટકા જેટલી વધી જાય છે. માસિક દરમ્યાન પીડા અને ક્રેમ્પસ આવવાથી યંગસ્ટર્સને લાઇફમાં ઘણી જ મુશ્લીઓનો સામનો કરવો પડે છે. અત્યંત બાલ્યાવસ્થા દરમ્યાન સોયબીન થકી એસ્ટ્રોજન હોર્મોન્સના સંસર્ગમાં આવવાને કારણે પ્યુબર્ટી અને પુખ્તાવસ્થા દરમ્યાન રીપ્રોડકિટવ હેલ્થ પર અસર પડે છે. આ તારણ કાઢતા પહેલા અભ્યાસકર્તાઓએ ર૩ થી ૩પ વર્ષની વચ્ચેની ૧પપ૩ મહિલાઓનો અભ્યાસ કર્યો હતો. એમાંથી ૧૩ ટકા મહિલાઓને બાળપણમાં ખૂબ જ સોય ફોર્મ્યુલા મિલ્ક આપવામાં આવ્યું હતું. આ મહિલાઓને પ્યુબર્ટી અને યુવાવસ્થા દરમ્યાન મધ્યમથી તીવ્ર મેન્સ્ટ્રુઅલ પેઇનની સમસ્યા રહી હતી. સંશોધકોએ આંકડાકીય વિશ્લેષણ કરીને તારવ્યું હતું કે બાળપણમાં સોય ફોર્મ્યુલા મિલ્ક ન પીનારી મહિલાઓ કરતા પીનારી મહિલાઓમાં માસિકની પીડાની સંભાવના ૪ર ટકા જેટલી વધુ હોય છે.

(11:26 am IST)