Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ ન્યુયોર્ક મુકામે ૮ નવેં.થી શરૂ થયેલી''શ્રી સ્કંધ ષષ્ઠી પૂજા'': ૧૨ નવેં. સોમવાર સુધી કરાનારી આ પૂજા અંતર્ગત શ્રી સુબ્રમણ્યમ અભિષેકમ, આરાધના, આરતી તથા પ્રસાદનો લહાવો

ન્યુયોર્ક :યુ.એસ.માં સર્વમંગલ શ્રી શનિશ્વર ટેમ્પલ, ૧૬૧૬, હિલસાઇડ એવન્યુ, ન્યુહાઇડ પાર્ક, ન્યુયોર્ક મુકામે ૮ નવે. ગુરૂવારથી શરૂ થયેલી '' શ્રી સ્કંધ ષષ્ઠી પૂજા'' આવતીકાલ ૧૨ નવેં. સોમવાર સુધી કરાશે.

ઉજવણી અંતર્ગત દરરોજ સાંજે ૬.૩૦ કલાકથી  શ્રી સુબ્રમણ્યમ અભિષેકમ, આરાધના, આરતી તથા પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ શ્રી સ્કંધ ષષ્ઠી પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ તથા તંદુરસ્તીમાં વધારો થાય છે. તથા સદવિચારોની વૃદ્ધિ થાય છે. વ્યાવસાયિક સહિત દરેક કાર્યમાં સફળતા મળે છે.

વિશેષ માહિતી માટે કોન્ટેક નં. ૭૧૮ ૭૪૦ ૯૪૦૦ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

(1:40 pm IST)