Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

લખીમપુર પહોચ્યા ખેડૂત નેતા રાકેશ ટિકૈત:કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા રાજીનામું નહી આપે તો આંદોલનની ચીમકી

મંત્રીના પુત્રની ધરપકડ પણ રેક કાર્પેટ વાળી અને તેના રિમાંડ પણ ગુલદસ્તા વાળા

નવી દિલ્હી :  લખીમપુરમાં જે હિંસા થઈ હતી તે હિંસામાં જે ખેડૂતોના મોત થયા હતા તેમની આત્માની શાંતિ માટે આજે અંતિમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ઘટના સ્થળથી થોડેકજ દૂર રાખવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ખેડૂત નેતા રાકૈશ ટિકૈત પણ પહોચ્યા હતા. જ્યા તેમણે પહોચ્યા બાદ ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા.

સમગ્ર મામલે તેમણે સૌથી પહેલા તો એવી માગ કરી હતી કે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ રાજીનામું આપવું જોઈએ. જો તેઓ રાજીનામું નહી આપે તો મોટું આંદોલન કરવામાં આવશે.મીડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે મંત્રીના પુત્રની ધરપકડ પણ રેક કાર્પેટ વાળી છે. સાથે જ એવું પણ કીધું કે તેના રિમાંડ પણ ગુલદસ્તા વાળા છે.

વધુમાં રાકૈશ ટિકૈતે એવું પણ કહ્યું કે કોઈ પણ પોલીસ અધિકારીમાં પૂછપરછ કરવાની હિંમત નથી. સમગ્ર મામલે તેમણે એવી માગ કરી હતી કે રાજ્ય મંત્રી અજય મિશ્રા રાજીનામું આપવા જોઈએ સાથેજ તેમની ધરપકડ પણ થવી જોઈએ. જો આવું કરવામાં નહી આવે તો તેઓ મોટું આંદોલન કરશે તેવી તેમણે ધમકી આપી છે

હિંસા થયા પછી સરકાર અને ખેડૂતો વચ્ચે જે મધ્યસ્થતા થઈ તેને લઈને ગમા સવાલો ઉઠી રહ્યા છે.જે મામલે રાકૈશ ટિકૈતે એવી માગ કરી છે કે સૌથી પહેલાતો અજય મિશ્રા રાજીનામું આપે. જો તેઓ રાજીનામું નહી આપે તો મોટું આંદોલન થશે. સાથેજ તેમણે કહ્યું આ લડાઈ સમગ્ર દેશમાં લડવામાં આવ્યા

(7:00 pm IST)