Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પુડુચેરી રાજ્યની સ્થાનિક ચૂંટણીઓ : એસ.સી.એસ.ટી.અનામત બેઠકોના નિયમોનું પાલન થયેલું નહીં જણાતા મદ્રાસ હાઇકોર્ટનો સ્ટે : 21 ઓક્ટોબરના રોજ સુનાવણી

પુડુચેરી : કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની સ્થાનિક ચૂંટણીઓમાં ન્યાયમૂર્તિ આર મહાદેવન અને અબ્દુલ કુદ્ધોસેની વેકેશન બેન્ચે નોંધ્યું હતું કે અમુક વોર્ડમાં એસ.સી.એસ.ટી.માટેની અનામત બેઠકો કે જે 2019 ના નોટિફિકેશનમાં નક્કી કરવામાં આવી છે.તેનું ઉલ્લંઘન કરાયું છે. આથી  મદ્રાસ હાઇકોર્ટે ચૂંટણી ઉપર સ્ટે આપ્યો છે.

એસ.સી.એસ.ટી.માટેની અનામત બેઠકો શા માટે રદ કરવામાં આવી તેની કોઈ સ્પષ્ટતા જોવા મળી નથી.તેવું નામદાર કોર્ટે જણાવ્યું હતું.તેથી રાજ્ય સરકારના ઉપરોક્ત નિર્ણયને પડકારતી અરજીમાં નવેમ્બર માસમાં યોજાનારી ચૂંટણીઓની જુદી જુદી ત્રણ તારીખોમાં ફેરફાર કરવાની માંગણી કરાઈ છે.

અરજદારોના જણાવ્યા મુજબ,પછાત વર્ગ અને અનુસૂચિત જનજાતિ માટે પાંચ નગરપાલિકાઓ અને પુડુચેરીની દસ પંચાયતોમાં ચૂંટણી લડવા માટે અનામત છીનવી લેવામાં આવી છે.પિટિશનની સુનાવણી માટે 21 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:33 pm IST)