Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વ્યાસપીઠ સૌની સાથે સદ્દભાવ જ રાખે છેઃ પૂ.મોરારીબાપુ

નેપાળના મુકિતધામમાં આયોજીતઃ ''માનસ મુકિતધામ'' શ્રી રામકથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ તા.૧રઃ ''વ્યાસપીઠ સૌની સાથે સદ્દભાવ જ રાખે છે'' તેમ પૂ.મોરારીબાપુએ નેપાળના મુકિતધામ ખાતે આયોજીત ''માનસ મુકિતધામ'' ઓનલાઇન શ્રીરામકથાના આજે છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

ગઇકાલે શ્રી રામકથાના પાંચમા દિવસે પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે,પરમપદ, પરમગતિ, મોક્ષ, મુકિત નિર્વાણ આ બધા પયર્યાયી શબ્દો છે. તમારા મોરારીબાપુને શું પ્રિય હશે ? નિર્વાણમાં રૂચિ નથી, મોક્ષમાં રૂચિ નથી, પરમગતિ થાય કે ન થાય. બાપુએ કહ્યું કે મારી રૂચિ એકમાત્ર વસ્તુ-જીવનમુકત દશામાં છે. આપણે ચાલ્યા જઇએ અને પછી મુકત બનીએ એનો કોઇ અર્થનથી. ત્રણ પરાપવાદઃ બીજાની ઇર્ષા, નિંદા અને દ્વેષ ન કરીએ તો જીવનમુકત દશા થાય છે. ઇર્ષાથી આંતરિક શાંતિ નથી રહેતી અને નિંદા કરનારને સમાધિ નિંદ, શાંત ઉંઘ આવતી નથી.ધર્મ બંધન ન બને, અર્થે બંધન ન બને અને આપણી કામનાઓ બંધન ન બને તોજે બાકી રહે એનું નામ જ મૂકિત છે. મૂકિત શબ્દ જ્ઞાનવાચક અને નાથ શબ્દ ભકિતવાચક છે.જ્ઞાન કોઇને નાથ નથી માનતું

(4:03 pm IST)