Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઓહો! અહીંના બારમાં દારૂની જગ્યાએ લોકો દૂધ પીવે છેઃ પીએમ મોદીએ ૨૦૦ ગાયો દાન આપી છે

કિંગાલીમાં લોકો લગભગ દરરોજ બારમાં જાય છે અને દૂધ પીવે છે

નવી દિલ્હી, તા.૧૨: કિગાલીમાં લોકો લગભગ દરરોજ બારમાં જાય છે અને દૂધ પીવે છે, તે તેમની પરંપરાનો એક ભાગ બની ગયો છે. જીન બોસ્કો, એક મોટરસાઇકલ ટેકસી ડ્રાઇવર કહે છે મને દૂધ ગમે છે. કારણ કે તે મને શાંત રાખે છે. તણાવ ઓછો કરે છે. જીન અને તેના જેવા અન્ય દ્યણા લોકો કિગાલીમાં આ દૂધના બારમાં બેઠેલા જોવા મળશે.

રવાંડામાં દૂધ એક લોકપ્રિય પીણું છે. મિલ્ક બાર એક એવી જગ્યા છે જયાં તમામ ક્ષેત્રના લોકો ભેગા થાય છે. પુરુષો અને સ્ત્રીઓ આખો દિવસ બેન્ચ અને ખુરશીઓ પર બેઠેલા જોવા મળે છે,

કેટલાક લિટર દૂધ તેમની સામે એક ગ્લાસ મગમાં કાઢવામાં આવે છે, જે સ્થાનિક રીતે “ikivuguto” તરીકે ઓળખાય છે.

લોકો પોતાની પસંદગી મુજબ ગરમ કે ઠંડુ દૂધ પીવે છે. દ્યણા લોકો તેમના કપને સમાપ્ત કરવાના જૂના રિવાજને અનુસરે છે. જયારે અન્ય લોકો કેક, રોટી અને કેળા જેવા નાસ્તા ખાતી વખતે તેને ધીરે ધીરે પીવાનું પસંદ કરે છે. છેલ્લા દાયકામાં દરેક જગ્યાએ દૂધના બાર ખુલી ગયા છે. દૂધ આ દેશની સંસ્કૃતિ, ઇતિહાસ અને ઓળખ સાથે સંકળાયેલું છે. એટલું જ નહીં, હવે તેની અર્થવ્યવસ્થા પર પણ અસર પડી રહી છે. ગાય હવે રવાંડામાં આવકનો મુખ્ય સ્ત્રોત છે અને પ્રતિષ્ઠાનો મુદ્દો પણ છે.

૧૯૯૪ માં દેશમાં થયેલા હત્યાકાંડમાં આશરે આઠ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. માર્યા ગયેલા મોટાભાગના તુત્સી જાતિના હતા. ઐતિહાસિક રીતે, તે ભરવાડ અને પશુપાલક તરીકે ઓળખાય છે. જેમ જેમ દેશ નરસંહારમાંથી બહાર આવ્યો, રવાન્ડાની સરકારે અર્થતંત્રને વધારવા અને કુપોષણ સામે લડવાના માર્ગ તરીકે ફરી ગાયોને જોવાનું શરૂ કર્યું.

રાષ્ટ્રપતિ પોલ કાગમે ૨૦૦૬માં 'ગિરિન્કા' કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ દરેક ગરીબ પરિવારને એક ગાય આપવાનો હતો. કૃષિ અને પશુ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ યોજનાએ અત્યાર સુધીમાં દેશભરમાં ૩૮૦,૦૦૦ થી વધુ ગાયોનું વિતરણ કર્યું છે. જેમાં ખાનગી કંપનીઓ, સહાય એજન્સીઓ અને ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત વિદેશી નેતાઓના યોગદાનનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ અહીં એક ગામમાં ૨૦૦ ગાયોનું દાન કર્યું છે.(

(4:02 pm IST)