Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મધ્યપ્રદેશમાં ભારે વીજ સંકટ વચ્ચે ઉર્જામંત્રી ભેંસને લઈને નિકળ્યાઃ વીડીયો વાયરલ

ભોપાલ, તા. ૧૨ :. એક તરફ મધ્યપ્રદેશમાં વીજળી માટે હાહાકાર મચ્યો છે, ત્યાં ઉર્જામંત્રી પ્રદ્યુમનસિંહ બેફીકર અંદાજમાં ભેંસને ચલાવી રહ્યા છે. સોશ્યલ મિડીયામાં તેમનો એક વિડીયો વાયરલ થતા લોકોનું રીએકશન સામે આવ્યુ. ઘણાએ સાદગીભર્યુ તો ઘણાએ ગેરજવાબદાર વર્તન ગણાવ્યુ છે. વિડીયો ઉર્જામંત્રી તોમરનો ગ્વાલીયરનું હોવાનું જણાય છે. જેમાં લગભગ ૪૫ સેકન્ડના વિડીયોમાં તેઓ ભેંસની દોરી પકડી ચાલી રહ્યા છે. પોતાની સાથે રહેલ લોકોને કંઈક નિર્દેશ પણ આપી રહ્યા છે. વિડીયોમાં વિસ્તારનું સરનામુ પણ પૂછતા દેખાય છે.

(4:01 pm IST)