Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દરેક ભારતીયને મળશે મેડિકલ વીમો

આયુષ્માન ભારત જેવી મોટી યોજનાની તૈયારીમાં મોદી સરકારઃ ૪૦ કરોડ લોકોને થશે ફાયદો : સરકાર આ યોજના માટે ૨૧ વીમા કંપનીઓ સાથે વાત કરી રહી છેઃ જે ૪૦ કરોડથી વધુ લોકોને સ્વૈચ્છિક આધાર પર 'PMJAY કલોન કવર' આપશે

નવી દિલ્હી, તા.૧૨: દેશમાં  મેકિકલ ઈન્સ્યોરન્સની સુવિધાઓથી વંચિત ૪૦ કરોડથી વધારેની આબાદી માટે સરકારે નવા હેલ્થ પ્લાન બનાવ્યા છે. સરકારે તેના માટે ૨૧ વીમા કંપનીઓને પણ શોર્ટલિસ્ટ કરી છે. આ પાયલેટ પ્રોજેકટને શરૂ કર્યા પહેલા સરકાર નેશનલ હેલ્થ એથોરિટી અને વીમા કંપનીઓની વચ્ચે MoU હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહ્યા છે. આ કંપનીઓના પરિવારને વધારે સબ્સિડી વાળું કવર આપશે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ હાલ લગભગ ૫૦ કરોડ ગરીબ પરિવારોને મળી રહ્યો છે. તેમાં આખા પરિવારને ૫ લાખ રૂપિયાનું વીમા કલર મળે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે કંપનીઓ સ્વૈચ્છિક આધાર પર ૪૦ કરોડથી વધુ લોકોને ‘PMJAY કલોન કવર' આપશે. તેમણે જણાવ્યું કે આ ગ્રુપ કવર્સ એ પરિવારો માટે હશે જેમની પાસે કોઈ પણ ચિકિત્સા વીમા નથી. યુનિવર્સલ હેલ્થ કવરેજ હેલ્થ કવરેજ' (UHC)ની તરફથી આ એક મોટું પગલું રહેશે.

PMJAY યોજનાના ૫૦ કરોડ લોકો ઉપરાંત ૩ કરોડ લોકો રાજયોની અલગ અલગ યોજનાઓમાં કવર છે. ૧૫-૧૭ કરોડ ECHS, ESCI અને CGHS જેવી કેન્દ્રીય યોજનાઓમાં શામેલ છે. જયારે ૧૪ કરોડ લોકોએ પોતાના ખર્ચ પર ખાનગી કંપનીઓમાં વીમો કરવાનો રસ્તો પસંદ કર્યો છે.

ત્યાર બાદ પણ ૪૦ કરોડથી વધારે લોકોને છુટ જાય છે. જેમની પાસે કોઈ પણ પ્રકારનું મેડિકલ કવર નથી.  તેમને 'મિસિંગ મિડિલ' કહેવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે તેવા લોકો જે પોતે વીમો નથી ખરીદી શકતા કે નથી સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા. સરકારને લાગે છે કે કોવિડને ધ્યાનમાં રાખીને મેડિકલ કવર નહીં હોવાના કારણે આ 'મિસિંગ મિડિલ' સ્વાસ્થ્ય પર થનાર ખર્ચના કારણે ગરીબીનો શિકાર હોઈ શકે છે. હાલમાં જ થયેલા પ્રેજેન્ટેશનમાં નેશનલ હેલ્થ ઓથોરિટીના વરિષ્ટ સલાહકારે મેડિકલ વીમા કવર ન ખરીદવા માટે જાગૃતતાની કમી, ઓછું કવરેજ, મોંઘા પ્રોડકટ, ખર્ચો સહિત ઘણા કારણો ગણાવ્યા હતા.

શોર્ટલિસ્ટ થઈ ૨૧ કંપનીઓમાં મેકસ બુપા હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, રોયલ સુંદરમ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને દ્યણી મોટી કંપનીઓના નામ શામેલ છે. આ કંપનીઓથી પાસેથી જાણકારીઓ આપતા કહેવામાં આવ્યું છે કે, તેમાં પ્રસ્તાવિક સમુહની જાણકારી, જેમાં કવર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ભૌગોલિક સ્થિતિ, પ્રોડકટની જાણકારી, પ્રીમિયમ, હોસ્પિટલો સહિત ઘણી વાતોનો સમાવેશ થાય છે.

(4:00 pm IST)