Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

રીલાયન્સ જીયોના પ્લેટફોર્મ હેપ્ટીકએ એપ લોન્ચ કરી

એમએસએમઇ ઉદ્યોગોનું વેચાણ વધશેઃ ગ્રાહકો સાથે થશે ડાયરેકટ સંવાદ

મુંબઇ : રિલાયન્સ જીયોની માલિકીના પ્લેટફોર્મ હેપ્ટીક જે ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ માટેનું ચેટબોટ વિકસીત કરે છે તેણે આજે જાહેરાત કરી છે કે એમએસએમઇ ઉદ્યોગોને મદદરૂપ એપ ઇન્ટરએકટ ચાલુ કરી છે જેના પર આ ઉદ્યોગો ગ્રાહકો સાથે ડાયરેકટ સંવાદ અને વેચાણ વોટસએપ પર કરી શકશે.

ઇન્ટર એકટ એપ દ્વારા વોટસએપ પરથી ઓર્ડર લઇ શકાશે, ઓર્ડરની ડીટેઇલ મોકલી શકાશે. કસ્ટમરોને અપડેટ મોકલી શકાશે તેમજ તેમને મલ્ટી એજન્ટ સપોર્ટ દ્વારા  કંપની સાથે જોડી રાખી શકાશે.

હેપ્ટીકની એમએસએમઇ માટેની આ પહેલી પ્રોડકટ છે જેના દ્વારા ઉદ્યોગકારો એક ખાસ વોટસએપ નંબરનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે સંવાદ કરી શકશે. આ એક ઓલ ઇન વન એપ છે જેના દ્વારા જાહેરાત માર્કેટીંગ અને સેલ્સ બધુ થઇ શકે છે.

(3:17 pm IST)