Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નોટિસ ,સમન્સ ,સહિતની બાબતો ઇલેક્ટ્રિક મોડથી મોકલવાનું ચાલુ રહેશે : બંને પાર્ટી સંમત હોય અને કોર્ટનો આદેશ હોય તો જ ફિઝિકલ મોડથી મોકલી શકાશે : દિલ્હી હાઇકોર્ટે 16 સપ્ટેમ્બરના આદેશમાં સુધારો કરી ઇલેક્ટ્રિક મોડને મંજૂરી આપી

ન્યુદિલ્હી : દિલ્હી હાઇકોર્ટે ગઈકાલ સોમવારે નોટિસ ,સમન્સ ,સહિતની બાબતો ઇલેક્ટ્રિક મોડથી મોકલવાનું ચાલુ રહેશે તેવો સુધારો કર્યો છે. જે 16 સપ્ટે.ના રોજ રદ કરાયો હતો. તેથી હવે વ્હોટ્સ એપ ,ઇમેઇલ ,ફેક્સ ,જેવા માધ્યમોથી નોટિસ તથા સમન્સ મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. અપવાદરૂપ કિસ્સામાં બંને પાર્ટી સંમત હોય અને કોર્ટનો આદેશ હોય તો જ ફિઝિકલ મોડથી  મોકલી શકાશે.

ઉલ્લેખનીય છે કે નામદાર કોર્ટે 3 મે 2021 ના રોજ આદેશ આપ્યો હતો કે કોરોના સંક્રમણને કારણે નોટિસ ,સમન્સ ,સહિતની બાબતો ફિઝીકલને બદલે ઇલેક્ટ્રિક મોડથી મોકલવાની રહેશે. બાદમાં 16 સપ્ટેમ્બરના રોજ આ આદેશ રદ કરાયો હતો. અને હવે 20 સપ્ટે.થી અમલી બને તે રીતે નોટિસ ,સમન્સ ,સહિતની બાબતો ઇલેક્ટ્રિક મોડથી મોકલવાનું ચાલુ રહેશે તેવો સુધારો ગઈકાલ સોમવારે કર્યો છે. તેથી હવે વ્હોટ્સ એપ ,ઇમેઇલ ,ફેક્સ ,જેવા માધ્યમોથી નોટિસ તથા સમન્સ મોકલવાના રહેશે. અપવાદરૂપ કિસ્સામાં બંને પાર્ટી સંમત હોય અને કોર્ટનો આદેશ હોય તો જ ફિઝિકલ મોડથી  મોકલી શકાશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:31 pm IST)