Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ઇન્ડીયા-યુકે ટુગેધર-ર૦રર યોજાશે

આઝાદીના ૭પ વર્ષ પુરા થવાના અવસરે

નવી દિલ્હી, તા., ૧ રઃ ર૦રરમાં ભારતને આઝાદ થયે ૭પ વર્ષ પુરા થઇ રહયા છે જેના ઉપલક્ષ્યમાં  બ્રિટેનની બ્રિટીશ કાઉન્સીલ બંન્ને દેશોના કલાત્મક-સાંસ્કૃતિક સહયોગ વધારવા માટેનો પ્રોજેકટ શરૂ કરશે. આ પ્રોજેકટમાં બંન્ને દેશોના નવા કલાકારો સાથે મળી હળેલી-મળેલી સંસ્કૃતિનો વિકાસ નોતરશે. આ પ્રોજેકટનું નામ 'ઇન્ડીયા-યુકે ટુગેધર-ર૦રર' હશે. આ પ્રોજેકટ ઉપર કુલ અઢી કરોડ રૂપીયા ખર્ચવામાં આવશે. જેમાં બંન્ને દેશોના કલાકારો સાથે મળીને બંન્ને દેશોમાં કામ કરશે અને કાર્યક્રમો રજુ કરશે. આ પ્રોજેકટમાં ક્ષેત્રીય સંસ્થાઓનો સહયોગ લેવામાં આવશે તેમ  બ્રિટીશ કાઉન્સીલ તરફથી જણાવાયું છે

(1:23 pm IST)