Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

નવુ સંકટઃ ઓકટોબર-નવેમ્બરમાં પૃથ્વી સાથે અથડાઇ શકે છે ૮ એસ્ટેરોઇડ

નવી દિલ્હી, તા., ૧૨: દુનિયા હાલમાં અવનવા સંકટોનો સામનો કરી રહી છે. ત્યારે આવનારા મહિનાઓમાં વધુ એક સંકટ પૃથ્વી સામે ઝઝુમી રહયું છે. પૃથ્વી સાથે વધુ ૮ જેટલા એસ્ટેરોઇડ(મંગળ અને ગુરૂની કક્ષા વચ્ચેના નાના ગ્રહો) ટકરાઇ શકે છે.

આશરે ૧૪૦ મીટરથી પણ વધુ મોટા કદના એસ્ટેરોઇડને પોટેન્સીયલી હેઝાર્ડસ ઓબ્જેકટ (પીએચઓ) ગણાવાયા છે. આ ૮ એસ્ટેરોઇડમાં સૌથી મોટા પીએચઓનું કદ ૩૮૦ મીટર મોટુ છે જે ગાઝામાં આવેલા પીરામીડ ઓફ ગીઝાના કદ ૧૩૦ મીટર કરતા અનેકગણું વધારે છે. જો કે હવે તેના કરતા પણ મોટા કદના ૩ એસ્ટેરોઇડ ઓકટોબર-ર૦ર૧માં પૃથ્વી સાથે અથડાઇ શકે છે. અન્ય પાંચ નવેમ્બર આસપાસ પૃથ્વીની નજીક પહોંચી શકે છે. નાસાના એસ્ટેરોઇડ ટ્રેકરે આ માહીતી આપી છે.

મોટા ભાગના એસ્ટેરોઇડમાંથી ઓકટોબર ૧પના આવનાર એસ્ટેરોઇડનું કદ ૭ર મીટરથી ૧૬૦ મીટર વચ્ચે છે. આ પૃથ્વી સાથે અથડાઇ શકે છે. બની શકે કે ૪.૮ મીલીયન કિલોમીટર દુરથી પણ પસાર થઇ જાય. અગાઉ ૨૦ ઓકટોબર ૧૯૯૬માં આવી ઘટના બની હતી. ત્યારે એસ્ટેરોઇડનું કદ આશરે ૧૦૦ થી ર૩૦ મીટર વચ્ચે હતું. તે વખતે ૩.ર મીલીયન કિલોમીટર દુરથી પસાર થઇ ગયું હતું.

(12:59 pm IST)