Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ભારતીય મૂડી બજાર થોડા જ સમયમાં બ્રિટનના મૂડી બજારને પાછળ છોડીને ટોપ-૫માં સ્થાન મેળવશે

નવી દિલ્હી તા. ૧૨ : ભારતનું ઈકિવટી માર્કેટ માર્કેટ કેપની દૃષ્ટિએ વિશ્વના ટોચના પાંચ ઈકિવટી માર્કેટમાં યૂકેને પાછળ છોડી દેવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગ ઇન્ડેકસ અનુસાર ભારતીય મૂડી બજાર આ વર્ષે ૩૭ ટકા વધીને ૩.૪૬ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. જયારે યૂકે એટલે કે બ્રિટેનમાં આ વર્ષે કુલ મૂડી બજાર ૯ ટકા વધીને ૩.૫૯ ટ્રિલિયન ડોલર રહી છે અને જો એમાં સેકન્ડરી લિસ્ટિંગ અને ડિપોઝીટરી રસીદોને સામેલ કરવામાં આવે તો આ આંકડો ઘણો મોટો થઈ જાય છે.

ભારતમાં ઉંચો વૃદ્ઘિ દર અને વાઈબ્રન્ટ ટેકનોલોજી સેકટરમાંમાં સ્ટાર્ટઅપ્સની ભરમારના જોરે ભારતીય ઈકિવટી બજાર નવી ઉંચાઈએ જઈ શકે છે. ખાસ કરીને વિદેશી રોકાણકારોમાં ચીનના ઈકિવટી માર્કેટમાંથી નીકળી રહ્યા છે ત્યારે ભારતીય ઈકિવટી બજારની ગ્રોથની સંભાવના વધી જાય છે.

યુ.કે.ની વાત કરીએ તો, બ્રેકિઝટ સંબંધિત અનિશ્યિતતાઓ બજાર પર સતત દબાણ લાવી રહી છે. લંડન અને કેપિટલ એસેટ મેનેજમેન્ટના ઇકિવટીના વડા રોજર જોન્સ, ઙ્કઅપરિપકવ અર્થતંત્રમાંથી લાંબા ગાળાની વૃદ્ઘિની સારી સંભાવના સાથે ભારતને આકર્ષક ઘરેલુ શેરબજાર તરીકે જોવામાં આવે છે, અને સ્થિર અને સુધારાવાદી રાજકીય આધાર મદદરૂપ છે.

ભારતીય શેરબજાર BSE લિમિટેડનો સેન્સેકસ ગયા વર્ષે માર્ચથી ૧૩૦ ટકા વધી ગોય છે. જે બ્લૂમબર્ગ દ્વારા ટ્રેક કરવામાં આવેલ મુખ્ય રાષ્ટ્રીય માપદંડોમાં સૌથી વધુ છે. તેણે રોકાણકારોને પાંચ વર્ષમાં ડોલરની દ્રષ્ટિએ લગભગ ૧૫%નું વાર્ષિક વળતર આપ્યું છે, જે યુ.કે.ના બેન્ચમાર્ક FTSE ૧૦૦ ઇન્ડેકસ માટે ૬% કરતા બમણું છે.

સુનિલ કૌલના નેતૃત્વ હેઠળના વિશ્લેષકોએ લખ્યું છે કે, ભારતના શેરબજારનું મૂડીકરણ ૨૦૨૪ સુધીમાં વધીને ૫ ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે. આગામી ૨-૩ વર્ષમાં નવા આઈપીઓમાંથી બજાર મૂલ્યના આશરે ૪૦૦ અબજ ડોલરનો ઉમેરો થશે.

(11:37 am IST)