Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પોકસો એકટ હેઠળ નોંધાયેલા ૯૯ ટકાથી વધુ અપરાધના મામલાઓમાં પીડિત છોકરીઓ હતી

૨૧મી સદીમાં પણ બેટીઓ અસુરક્ષિત

નવી દિલ્હીઃ ૨૧મી સદીમાં પણ 'દેશ કી બેટીયા' અસુરક્ષિત છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના આંકડાઓ આ વતની સાક્ષી પુરે છે ગયા વર્ષે યૌન ઉત્પીડન સામે બાળકોના રક્ષણ અધિનિયમ (પોકસો) હેઠળ નોંધાયેલા ૯૯ ટકા કેસમાં બાળકીઓ હેવાનોનો શિકાર બની હતી.

ચાઇલ્ડ રાઇટસ એન્ડ યુ (ક્રાઇ) નામની એક બીનસરકારી સંસ્થા (એનજીઓ)એ એનસીઆરબીના આંકડાઓનું વિશ્લેષણ કર્યુ જેમાં જાણવા મળ્યું કે ગયા વર્ષે દેશભરમાં પોકસો હેઠળ લગભગ ૨૮૩૨૭ કેસ નોંધાયા જેમાંથી ૨૮૦૫૮ કેસોમાં પીડીત છોકરીઓ હતી.

આંકડાઓનો વધારે ઉંડો અભ્યાસ કરવામાં આવ્યો તો સામે આવ્યુ કે પોકસો હેઠળ નોંધાયેલા કેસોમાં સૌથી વધારે એટલે કે ૧૪૦૯૦ કેસોમાં પીડિતાઓ ૧૬ થી ૧૮ વર્ષની કિશોરીઓ હતી. ત્યાર પછી ૧૦૯૪૯ પીડિતાઓ ૧૨ થી ૧૬ વર્ષની હતી. છોકરા-છોકરીઓ બંને આ પ્રકારના ગુનાઓના સરળ શિકાર થઇ શકે છે પણ એનસીઆરબીના આંકડાઓથી એ સ્પષ્ટ થાય છે કે બધા વય જૂથમાં છોકરીઓ યૌન અપરાધોની સૌથી વધારે શિકાર બને છે.

(10:53 am IST)