Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

દિલ્હીને હચમચાવવા પાકિસ્તાને મોકલેલ ત્રાસવાદી ઝડપાયો: હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ અને એકે ફોર્ટી સેવન કબજે લેવાયા

નવી દિલ્હી :પાટનગર દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે એક પાકિસ્તાની આતંકીની ધરપકડ કરી છે. આ આતંકી દિલ્હીને હચમચાવવાની ફિરાકમાં હતો. આતંકી પાસેથી સ્પેશ્યલ સેલે એકે-૪૭ રાઇફલ અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. આ આતંકીને પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈએ ભારત પર હુમલા માટે તૈયાર કર્યો હતો. આતંકીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે જણાવ્યુ, ગઈ રાત્રે મોહમ્મદ અશરફ ઉર્ફ અલી નામનો એક પાકિસ્તાની વ્યક્તિની દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. મોહમ્મદ અશરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવલ જિલ્લાનો છે.
મોહમ્દમ અશરફ ભારતીય નાગરિક બનીને રહેતો હતો. તેની માટે તેને મોહમ્મદ નૂરી નામથી પોતાનું ફેક નામ રાખ્યુ હતુ અને ફેક આઇડી કાર્ડ પણ બનાવડાવ્યુ હતુ.
તેની પાસેથી એક હેન્ડબેગ, બે મોબાઇલ ફોન, એક એકસ્ટ્રા મેગેઝિન સાથે એક એકે-૪૭, એક હેન્ડ ગ્રેનેડ, ૫૦ રાઉન્ડ સાથે બે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે

(10:51 am IST)