Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ચીની વેકસીન પોતાના નિર્માણની સાથે ડેટાને લઇને પણ વિવાદોમાં રહી છે

ચીનની બંને વેકસીન દ્વારા ટિકાકરણ કરાવી ચૂકેલા ૬૦થી વધારે ઉંમરના લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો જોઈએઃ WHO

નવી દિલ્હી,તા. ૧૨:  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એકસપર્ટ્સે ૬૦થી વધારે ઉંમરના તે લોકોને ત્રીજો ડોઝ લેવાની સલાહ આપી છે. જેમણે ચીનને વેકસીન સાઇનોવેક સાઇનોફાર્મથી વેકસીનેશન કરાવ્યું છે. WHOના વેકસીન રણનિતી ગ્રુપે કહ્યું કે ચીનની આ બંને વેકસીન દ્વારા ટિકાકરણ કરાવી ચૂકેલા ૬૦થી વધારે ઉંમરના લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ પણ લેવો જોઈએ. એકસપર્ટ્સે એ પણ સલાહ આપી કે ત્રીજો ડોઝ કોઇ અન્ય વેકસીનનો હોઈ શકે છે.

ચીની વેકસીનને લઇને ત્રીજા ડોઝનો નિર્ણય કેમ લેવામાં આવ્યો તેના પર કોઇ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વલણ અત્યાર સુધી બુસ્ટર ડોઝ સામે જ રહ્યું છે. ચીની વેકસીન પોતાના નિર્માણની સાથે ડેટાને લઇને પણ વિવાદોમાં રહી છે.

થોડાક મહિના પહેલા ચીનના શીર્ષ રોગ નિયંત્રણ અધિકારીએ કહ્યું હતું કે દેશના કોરોના વાયરસ સંક્રમણ વિરોધી રસી ઓછી અસરદાર છે અને સરકાર તેને વધારે પ્રભાવી બનાવવા પર વિચાર કરી રહી છે. ચીનના રોગ નિયંત્રણ કેન્દ્ર (સીડીસી)ના નિર્દેશક ગાઓ ફૂ એ કહ્યું હતું કે ચીનની વેકસીનમાં બચાવ દર ઘણો વધારે નથી. ગાઓ ફૂ એ કહ્યું હતું કે હવે એ વાત પર ગંભીરતાથી વિચાર થઇ રહ્યો છે કે શું આપણે ટિકાકરણની પ્રક્રિયા માટે અલગ-અલગ વેકસીનનો ઉપયોગ કરવો જોઈએ

ગાઓના નિવેદનને ચીન માટે મોટો ફટકો માનવામાં આવ્યું હતું. ચીને વેકસીન સ્ટ્રેટેજી અંતર્ગત દુનિયાના દ્યણા દેશોને મોટી સંખ્યામાં વેકસીન સપ્લાય કરી હતી. દવા નિર્માતા કંપની સિનોવેક અને સિનોફાર્મ દ્વારા બનાવેલી વેકસીન મેકિસકો, તુર્કી, ઇન્ડોનેશિયા, હંગરી, બ્રાઝીલ અને તુર્કી સહિત ઘણા દેશોમાં વિતરિત કરવામાં આવી છે. બ્રાઝિલના શોધકર્તાઓએ શોધ્યું હતું કે ચીનની વેકસીન નિર્માતા કંપની સિનોવેક કોરોના સામેના બચાવમાં ૫૦.૪ ટકા જ અસરદાર છે. તેના મુકાબલે ફાઇઝર દ્વારા બનાવેલી વેકસીન ૯૭ ટકા અસરદાર રહી હતી.

(9:49 am IST)